Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદ જિલ્લાના ધોળકામાં નજીવી બાબતે શખ્સને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

 અમદાવાદ:જીલ્લાના ધોળકા શહેરી વિસ્તારામાં નજીવી બાબતે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી સહિતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોળકા શહેરી વિસ્તારમાં બે શખ્સોને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે એક શખ્સ સામે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી દેવાંગભાઈ જયંતીલાલ સોલંકી, રહે.સોનારકુઈ ધોળકાવાળા શહેરી વિસ્તારમાં આવેલ રામાણીના દવાખાનો ઉભા હતાં તે દરમ્યાન આંબલી ફળીયામાં રેનવાડામાં રહેતાં પાર્થ મુકેશભાઈ ચૌહાણ કાર લઈને ત્યાંથી પસાર થતાં કાર સાઈડમાં ઉભી રાખી ફરિયાદીને ગાળો આપી માર માર્યો હતો અને વચ્ચે છોડાવવા પડેલ માતા કોકીલાબેન સોલંકી તથા ફઈબા નીરૂબેન સોલંકીને પણ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં ફરિયાદી દેવાંગભાઈ સોલંકીને આરોપી પાર્થ ભાઈની પત્ની મનીષા સાથે એક વર્ષ પહેલા આડો સબંધ હતો અને તેનું મનદુઃખ રાખી માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું જે અંગે ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(3:50 pm IST)