Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મેં અને મારી ટીમે જે બીજ વાવ્યુ હતુ તે હવે વટવૃક્ષ બનશેઃ પાટીદાર સમાજની બધી સંસ્થાઓ એકત્ર કરવાના નિર્ણયને આવકારતા હાર્દિક પટેલ

રાજકોટઃ. પાટીદાર સમાજ માટે સતત કાર્યરત રહેતા અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા તથા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લેઉવા અને કડવા પાટીદાર સમાજને એક કરીને ફકત પાટીદાર તરીકેની ઓળખ આપવાના તથા સમગ્ર પાટીદાર સંસ્થાઓને એક કરવાના ખોડલધામ ખાતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની મીટીંગમાં લેવાયેલ નિર્ણયને આવકારેલ છે.

આજે ખોડલધામ મંદિર ખાતે પાટીદાર સમાજ ની બધી સંસ્થા દ્વારા ભેગા થઈ અને એક એતીહાસિક નિર્ણય જે લેવામાં આવ્યો તેને હાર્દિક પટેલ અને પાસ ની ટીમ દ્વારા આવકારવામાં આવ્યો છે.

 હાર્દિક પટેલે પાટીદાર સમાજ ની બધી સંસ્થા ના આગેવાનો અને ટ્રસ્ટી નો આ નિર્ણયો લેવા બદલ હૃદય પૂર્વક આભાર માન્યો છે.

(4:22 pm IST)