Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સુરત જિલ્લામાં કોરોનાના નવા 260 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 32178 થઇ

સિટીમાં 175 કેસ અને ગ્રામ્યમાં 85 નવા કેસ : શહેરમાં 182 અને ગ્રામ્યમાં 98 મળી 280 દર્દીઓ સ્વસ્થ થયા

સુરત:  શહેરમાં આજે નવા ૧૭૫ અને જીલ્લામાં ૮૫ મળી કુલ ૨૬૦ દર્દી કોરોના પોઝિટિવ આવ્યા છે  સિટીમાં બે અને જીલ્લામાં એક મળી કુલ ત્રણ દર્દીના મોત થયા છે. શહેરમાંથી વધુ ૧૮૨ અને ગ્રામ્યમાંથી ૯૮ મળી કુલ ૨૮૦ દર્દીને રજા અપાઇ હતી.

આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ રવિવારે કતારગામના એક અને વરાછાના એક દર્દીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું હતું. જયારે જીલ્લામાં પલસાણાના એક દર્દીનું મોત થયુ હતું. સુરત સિટીમાં કોરોનામાં નોધાયેલા નવા ૧૭૫ દર્દીમાં સૌથી વધુ અઠવાના ૩૩, કતારગામના ૨૭ અને રાંદરના ૨૫ સહીતના દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

સુરત શહેરમાં આજદિન સુધીમાં ૨૩૪૩૧ પોઝિટીવ કેસમાં ૬૯૪નાં મોત થયા છે. જયારે જીલ્લામાં ૮૭૪૭ પૈકી ૨૬૯ વ્યકિતનાં મોત થયા છે. સુરત શહેર-જીલ્લામાં કુલ ૩૨૧૭૮ કેસમાં ૯૬૩ના મોત થયા છે. સુરત શહેરમાં વધુ ૧૮૨ દર્દીને રજા આપાતા અત્યાર સુધીમાં કુલ ૨૧૩૮૮ દર્દીને રજા આપવામાં આવી છે. જયારે ગ્રામ્યના ૯૮ને રજા અપાતા કુલ ૭૫૭૪ દર્દી સાજા થઇ ઘરે પહોંચી ગયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ ૨૮૯૬૨ દર્દીએ કોરોનાને હરાવ્યો છે.

(11:15 pm IST)