Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ઇમરાન ખેડાવાલાનું ફેક ફેસબુક એકાઉન્ટ ખોલી પૈસાની માંગ

લોકો સાથે મેસેન્જરથી વાત કરી ૧૦ હજારથી લઇ ૩૦ હજાર સુધી માંગણી

અમદાવાદ,તા.૧૨ : જમાલપુરના MLA પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. કોઈ ભેજાબાજે ઈમરાન ખેડાવાલાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.

આ નકલી ફેસબુક એકાઉન્ટ મારફતે

તેમણે ઈમરાન ખેડાવાલાના મિત્રો અને સગા સંબંધીઓને મેસેન્જર મારફતે વાત કરવામાં આવી હતી અને ત્યાર બાદ પૈસાની ખૂબ જ જરૂર હોવાનું જણાવી અલગ અલગ લોકો પાસેથી રૂ. ૧૦ હજારથી લઈને રૂ. ૩૦ હજાર સુધીની માંગણી કરાઈ હતી. ઈમરાન ખેડાવાલા મારફતે પૈસાની માંગણી થઈ  હોવાનું માની ઘણા લોકો પૈસા આપવાની પણ  તૈયારી દર્શાવી હતી. પરંતુ સામેની વ્યકિતએ પેટીએમ અથવા તો ગૂગલ પે મારફતે પૈસાની  માંગણી કરી હતી. જેથી કેટલાક લોકોને શંકા  પણ ગઈ હતી.

આ અંગે ઈમરાન ખેડાવાલાના મિત્રએ તેમનું ધ્યાન દોરતા એકાઉન્ટ ફેક હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ પોતાના એકાઉન્ટથી માહિતી શેર કરી અન્ય ફેક એકાઉન્ટ દ્વારા પૈસા માંગવામાં  આવતા હોવાનું જાણાવ્યુ હતું  જેથી કોઇ પણ લોકો ફેક એકાઉન્ટમાં પૈસા ન આપે તેમ કહેવાયું હતું, ત્યાર બાદ આ ફેક એકાઉન્ટને લઈને ઈમરાન ખેડાવાલા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા માટે પણ ગયા જેથી સાયબર ક્રાઈમ દ્વારા તેમનું ફેક એકાઉન્ટ બંધ કરાવ્યું હતું. આ ઘટનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરાઇ છે.

(2:49 pm IST)