Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ શિક્ષણ બોર્ડની વિદ્યાર્થી જોગ યાદી

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી જણાવે છે કે, ઓગષ્ટ-૨૦૨૦, ઉ.મા.પ્ર. પરીક્ષા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ તા.૧૫-૯ના રોજ જાહેર કરવામાં આવેલ. પરિણામ બાદ નિયત સમયમર્યાદામાં મળેલ ગુણચકાસણીની અરજી અન્વયે ગુણચકાસણી ચેઇન્જ/નોચેઇન્જના જવાબી પોસ્ટ દ્વારા સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવેલ છે. તો ઉમેદવારોએ શાળામાંથી મેળવી લેવાની રહેશે. વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ ગુણમાં સુધારો થતો હોય તેવા કિસ્સામાં નવી માર્કશીટ શાળામાં પહોંચતી કરવામાં આવશે. જે સંબંધિત શાળામાંથી મેળવી લેવાની રહેશે. જેની શાળાના આચાર્યશ્રી, વાલી અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા વિનૅતી

(4:39 pm IST)