Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમદાવાદમાં આરટીઓના હેડ ક્લાર્કના આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી

અમદાવાદ:આર.ટી.ઓ.ની નોન-ટ્રાન્સપોર્ટ શાખાના હેડ ક્લાર્ક અશોક ચાવડાની આગોતરા જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આસિસ્ટન્ટ આર.ટી.ઓ.ની મંજૂરી વગર 1352 વાહનોની ફાઇલ મંજૂર કરી તેમજ અન્ય કામગીરીઓ ગેરકાયદે કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવાનો આરોપ આ અધિકારી પર છે.

કેસની ઉંડાણપૂર્વકની તપાસ જરૂરી હોવાથી આરોપીને હાલના તબક્કે જામીન આપી શકાય નહીં તેવું નોંધી આગોતરા જામીન અરજી ફગાવવામાં ાવી છે. લોન રદ કરવી, વાહનમાં નામ ટ્રાન્સફર સહિતની વિવિધ કામગારી માટે આર.ટી.ઓમાં આવેલી 1352 ફાઇલને ગેરકાયદે મંજૂર કરાઇ હોવાની બાબત સામે આવી હતી.

હેડ ક્લાર્ક અશોક ગાભાભાઇ ચાવડા, ગોસ્વમી  ઉર્ફે ભાણાની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેથી આ કેસમાં ધરપકડથી બચવા આરોપી કર્મચારીએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જામીન અરજીમાં તેની રજૂઆત હતી કે છેલ્લાં 22 વર્ષથી નોકરી કરે છે અને તેનો રેકોર્ડ સારો છે.

(5:58 pm IST)