Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

સુરતના સરથાણામાં એક જ રાતમાં ત્રણ બાઈકની ચોરી થતા ગઠિયાને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી

સુરત: શહેરના સરથાણા યોગીચોક વિસ્તારના મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર સહિત ત્રણ રહીશની બાઈક એક જ રાતમાં ચોરાઈ જતા પોલીસે કોઈ રીઢા વાહન ચોરોની ટોળકી ચોરી ગઈ હોવાની આશંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ યોગીચોક વૈભવ રેસીડન્સીની બાજુમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સમજુભાઈ ધરમશી વધાસીયા ( ઉ,વ,49 ) કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટીમાં હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. 

ગત શનિવારે રાત્રે સમજુભાઈ, તેમની બાજુમાં રહેતા સંદીપ અરવિંદ ચોવટીયા અને અજય લક્ષ્મણ દુધાતની બાઈક કોઈક ડુપ્લીકેટ ચાવીથી અથવા લોક તોડી ચોરી ગયું હતું. એક જ રાતમાં એકીસાથે ત્રણ બાઈક ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. 

(5:59 pm IST)