Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં ટ્રેક્ટરે બાઇકને હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ

બાયડ: તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સાઠંબા-ગાબટ રોડ પર વૃંદાવન કવોરીમાં જવાના રસ્તા નજીક એક બાઈક સવાર યુવાનનું ટ્રેકટરની ટક્કરે મોત નિપજ્યું હતું.

સાઠંબા ગાબડ રોડ પર વૃંદાવન કવોરીમાં જવાના રસ્તા પાસે ટોટુંથી સાઠંબા તરફ આવી રહેલા બાઈકચાલક કાળુસિંહ કાનુસિંહ પરમાર (ઉ.વ. ૩૧) પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા. ત્યારે આગળ જઈ રહેલા ટ્રેકટર જમણી બાજુ વળતા જતાં બાઈક ચાલકને ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો.

બાઈકચાલક કાળુસિંહ કાનસિંહ પરમારને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. તેમજ ફરીયાદી રણજીતભાઈ ભલાભાઈ પરમાર (ઉ.વ.૧૧ રહે. ટોટું, તા. બાયડ)ના શરીરે ઓછા વત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચાડી ટ્રેકટર મુકી ટ્રેકટરનો ચાલક નાસી છ્ટયો હતો. સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પી.એમ. માટે બાયડ મોકલાવી અકસ્માતના ગુનાની વધુ તપાસ અ.હે.કો. મુકેશસિંહ ભીખુસિંહ સાઠંબા પોલીસ મથકમાં ચલાવી રહ્યા છે.

(6:04 pm IST)