Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

એમએલએ મોરડિયા અને હર્ષ સંઘવીની કોરોના વચ્ચે સભા

સુરતમાં ક્રિકેટ રમતા ફોટા વાયરલ થયા : સુરતમાં ક્રિકેટ રમી રહેલા છોકરાને પોલીસે દંડ કર્યો હતો, સભામાં દો ગજ કી દૂરી ન રાખનારા નેતાને કોણ દંડ કરશે?

સુરત,તા.૧૨ : કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા આમતો કોરોના અટકાવ માટે ગાઈડ લાઇન તૈયાર કરવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિ ગાઈડ લાઇન તોડે તો તેના વિરુદ્ધ તંત્ર દ્વારા દંડ અથવા તો કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આ ગાઇડલાઇનનો ભંગ કોઈ અન્ય નહિ પણ નેતાઓ જ સતત ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયા જાહેરમાં દો ગજ કી દૂરી વગર માસ્ક  પહેર્વા વગર શેરીઓમાં સભા સંબોધતા દેખાયા હતા ત્યારે બીજી બાજુ શેરીમાં ક્રિકેટ રમતા છોકરાઓને અટકાવવાના બદલે તેમનું જ બેટ ઝાલીને ટ્રાયલ કરતા ધારાસભ્ય હર્ષ સંઘવી પણ તસવીરોમાં જોવા મળ્યા હતા. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા આ રોગ પર કાબુ મેળવા માટે માસ્ક અને સોશલ ડિસ્ટનની ગાઈડ લાઇન બનાવામાં આવી છે. જોકે આ ગાઈડ લાઇનનું તમામ વ્યક્તિ પાલન કરે છે અને જો ન કરે તો તંત્ર દ્વારા દંડ વસુલવામાં આવે છે ત્યારે સતત આ ગાઇડ લાઇનનું ઉલ્લંઘન નેતાઓ કરી રહ્યા છે.

         થોડા દિવસ પહેલા માસ્ક વગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા લોકો માસ્ક ન પહેરતા પોલીસ દ્વારા તમામ પાસે ૧ હાજરનો દંડ વસુલવામાં આવ્યો હતો ત્યારે ગતરોજ સુરતના મજુરા વિધાન સભાના ધારા સભ્ય હર્ષ સંઘવી ગતરોજ એક વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા ત્યાં નાના બાળકો સાથે ક્રિકેટર રમવા લાગ્યા હતા.જોકે કોરોના મહામારી માંથી થોડા સમાય પહેલા ઉભા થયેલાઆ ધારાભ્ય માસ્ક વગર ક્રિકેટ રમતા હોવાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જોકે કે બીજા બનાવ માં સુરતના કતારગામ ના ધારાસભ્ય વિનુ મોરડીયા પણ કોરોના મહામારી વચ્ચે એક સોસાયટીમાં ગયા હતા અને ત્યાં તેમણે એક મીટીંગ કરી નાખી. જોકે આ ધારાસભ્ય પણ કોરોના મહામારી ચાલે છે તેવું ભૂલી ગયા હોય તેમાં માસ્ક વગર દેખાય હતા અને સાથે અહીંયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આમ લોકો તો ગાઈડ લાઇન પાલન કરે છે અને ના કરેતો તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે ત્યારે ગાઈડલ લાઇન પાલન ન કરનાર આ નેતાઓને તંત્ર દંડ ફટકારશે કે કેમ તે જોવાનું રહ્યું.

(7:15 pm IST)