Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ગડી ગામના યુવાને કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગડી ગામના મથુરભાઈ ખેમાભાઈ વસાવા( ઉ.વ ૩૦ )એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે કપાસમાં છાટવાની ઝેરી દવા પી જતા પ્રથમ ગરૂડેશ્વર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર કરી ત્યાર બાદ રાજપીપલા સિવિલ હોસ્પીટલમાં ખાતે સારવાર માટે દાખલ કરેલ ત્યાથી વધુ સારવાર માટે સેગવા ની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ જ્યાં તેનું મોત થતા ગરુડેશ્વર પોલીસે અ. મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)