Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ગરુડેશ્વરના ઝરીયા ગામમાં લગ્ન કરાવવા બાબતે પિતા પર પુત્ર,પુત્રીએ પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ઝરીયા ગામના વાનજી ભાઇ છોટાભાઇ તડવીએ આપેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર વિજય એ જણાવેલ કે મોટા ભાઇના લગ્ન કરાવી આપ્યા છે અને મારા લગ્ન ક્યારે કરાવી આપશો ? તેમ કહેતા પિતાએ કહ્યું કે તુ કામ ધંધો કરતો નથી અને જાતે કમાઇને લગ્ન કરી લે જેથી તેમની પુત્રી સીતાબેન વાનજીભાઈ તડવી એ એક છોકરાના લગ્ન કરાવેલ છે અને બીજા છોકરના લગ્ન પણ તમારે કરાવવા પડશે તેમ બંનેને સમજાવવા જતા દીકરા, દીકરી એ એક સંપ થઇ ઘરમા મુકેલ લોખંડની પાઇપ વડે પિતાને સપાટા મારી ઇજા કરી  દાંત પાડી નાંખી ટચલી આંગળી મા ફેક્ચર કરતા કેવડિયા પોલીસે બે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:18 pm IST)