Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલહિંદ મહિલા પરિષદના સહયોગથી કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે વિશ્વ દિકરી દિવસ નિમિત્તે અખિલ હિંદ મહિલા પરિષદના સહયોગથી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,નમૅદા અને કુટુંબ સલાહ કેન્દ્ર દ્ગારા દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં વક્તાઓ દ્ગારા "‌મેરી અવાજ મેરી તા‌‌કાત" વિષય પર વ્યક્તવ્ય આપવામાં આવ્યું સાથે સાથે કિશોરીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી.મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા "વ્હાલી દિકરી" યોજના અંતર્ગત પરિપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું. જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ હેમાબેન ગાંધી અને સેક્રેટરી શિવાનીબેન મહેતા સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:20 pm IST)