Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજ્યભરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુલતવી રહેતા રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પણ મુલતવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા સહિત રાજયની નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતોની વર્તમાન ટર્મની મુદ્દત નવેમ્બર - ડિસેમ્બરમાં પૂર્ણ થતી હોય તેની સામાન્ય ચૂંટણી યોજવા રાજય સરકારે તૈયારીઓ શરુ કરી દીધી હતી પરંતુ રાજય ચૂંટણીપંચે આ ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકૂફ રાખવા નિર્ણય લીધાનું જાણવા મળ્યું છે જેમાં ૦૬ મહાનગરપાલિકા,૫૫ નગર પાલિકા,૩૧ જીલ્લા પંચાયત અને ૨૭૧ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની હતી જે હવે ત્રણ મહિના બાદ કોરોનાની પરિસ્થિતિ જોઈને યોજવાનું જાહેર થશે તેમ રાજ્ય ચૂંટણી આયોગના એક પત્ર દ્વારા જાણવા મળ્યું છે

(10:47 pm IST)