Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

રાજપીપળા નગરપાલિકા દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટો માટે ટોલ ફ્રી નંબર ની સેવા શરૂ કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા નગર પાલિકા દ્વારા નાગરીકો માટે નગરપાલિકા વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટો બાબતે ટોલ ફ્રી નંબરની સેવા ચાલુ કરાઈ છે જે શહેરીજનો માટે આવનારા દિવસોમાં જરૂર લાભદાયી સાબિત થશે.
  આ સેવામાં નગરપાલિકા દ્વારા જણાવાયું છે કે તમારા વિસ્તારની લાઇટ બંધ હોય તો ચાલુ કરવા માટે આપની ફરિયાદ ટોલ ફ્રી નંબર 18001803580 પર ફોન કરી તમારા ઘરે બેઠા ફરિયાદ કરી શકો છો.
  રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ માટેની આ સેવા ચાલુ કરતા દિવાળીના દિવસો તેમજ ત્યારબાદ પણ લોકોના વિસ્તારોમાં અંધારપટની સમસ્યા બાબતે ઘરે બેઠા નિરાકરણ આવશે અને શહેરમાં લાઈટો ચાલુ હશે તો ચોરીઓ થવાનો ભય પણ ઓછો થશે તેમ મુખ્ય મુખ્ય અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું.

(8:37 am IST)