Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

બનાસકાંઠાના ઇકબાલગઢમાં ગાદલા બનાવવાની ફેક્ટરીમાં આગ ભભૂકી

આગના કારણે ગરીબ પરિવારને અંદાજે 3 લાખનું નુકસાન

બનાસકાંઠાના ઇકબાલગઢમાં આવેલ એક ગાદલા બનાવતી ફેકટરીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ગરીબ પરિવારને અંદાજે 3 લાખનું નુકસાન થયું છે

  ઇકબાલગઢમાં આવેલ એક ગાદલા બનાવતા કારખાનામાં સવારે આકસ્મિક આગની ઘટના બની હતી. અકબર ભાઈ તેલી વહેલી સવારે રાબેતા મુજબ પોતાના ગાદલા બનાવવાના કારખાને આવ્યા હતા અને કારખાનું ખોલતા જ અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી, આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

   બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ હતા. પરંતુ કારખાનામાં રહેલ તમામ માલ સામાન મળી જતા માલિકને અંદાજિત ત્રણ લાખ રૂપિયાનો નુકસાન થયું છે, કોરોના મહામારીના સમયમાં પોતાના કારખાનાની આવી સ્થિતિ જોઈ માલિક પણ રડી પડ્યા હતા અને દિવાળીના સમયમાં ગરીબ તેલી પરિવારની રોજીરોટી છીનવાઇ જતા આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

(9:51 am IST)