Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

દમણ નગરપાલિકામાં સતા જાળવી રાખવામાં ભાજપ સફળ : જિલ્લા પંચાયત પણ આંચકી લીધી

15 વોર્ડમાંથી ભાજપે 11, કોંગ્રેસે 1 અને અપક્ષોએ 3 વોર્ડમાં જીત મેળવી : જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 9 અને 7 પર અપક્ષોએ કબજો જમાવ્યો.

દમણ : ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા પરિણામો મુજબ ભાજપ દમણ નગરપાલિકામાં સત્તા જાળવી રાખવામાં સફળ રહ્યો છે. દમણ જિલ્લા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી છે. દમણ જિલ્લા પંચાયત પર 2015થી કોંગ્રેસ અને કેટલાક અપક્ષ સભ્યોના ગઠબંધનનું રાજ હતુ.

  દમણ નગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી ભાજપે 11, કોંગ્રેસે 1 અને અપક્ષોએ 3 વોર્ડમાં જીત મેળવી છે જયારે દમણ જિલ્લા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપે 9 પર તો સાત પર અપક્ષોએ કબજો જમાવ્યો છે . 

(10:26 am IST)