Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરતમાં પાલનપુર પાટિયા નજીક ડેરી ચલાવતા યુવાનને મહિલા ફાઇનાન્સરે જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં નાણાંકીય લેતીદેતીના વિવાદમાં પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં ડેરી ચલાવતા યુવાનનું મહિલા ફાઇનાન્સરે તેના સાથીદારો સાથે મળી ર્સ્કોપીયો કારમાં અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી બે ચેક ઉપર સહી કરાવી લેતા મામલો અડાજણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

પાલનપુર પાટિયાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક યોગેશ્વર ડેરી નામે દુકાન ચલાવતા ચિરાગ ચીમનલાલ પટેલ (ઉ.વ. 39) ના નાના ભાઇ હાર્દિક પટેલ અને ડિમ્પલ પટેલ નામની મહિલા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પૈસાની લેતીદેતીમાં વિવાદ ચાલી રહ્યો હતો. 

હાર્દિકના મોટા ભાઇ ચિરાગે ડિમ્પલને 4.38 લાખ રૂપિયા ચુકવી દીધા હોવા છતા ચારેક દિવસ અગાઉ ડિમ્પલ ચિરાગની દુકાને ઘસી આવી હાર્દિક સાથે ઝપાઝપી કરી હતી. જેથી ચિરાગે દરમ્યાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ડિમ્પલે રોહિત રબારી નામના માથાભારે યુવાનને ફોન કરી બોલાવ્યો હતો અને માર મારી ર્સ્કોપીયો કારમાં અપહરણ કરી અમરોલી વિસ્તારમાં લઇ ગયા હતા. જયાં ડિમ્પલ અને રોહિતે 2.50 લાખ અત્યારે જ જોઇશે એમ કહી માર માર્યો હતો. 

(5:14 pm IST)