Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સુરતના પુણા વિસ્તારમાં ધો 10માં અભ્યાસ કરતી તરુણીને લગ્નની લાલચ આપી 32 વર્ષીય વેન ચાલકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા ગુનો દાખલ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતી ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય તરુણીને સ્કૂલે લેવા-મુકવા જતા 32 વર્ષીય વેન ચાલકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો હતો. તે અંગે વેન ચાલકની પત્નીને જાણ થઈ જતા ચાલકે પત્ની અને બહેન સાથે મળી તરુણીનું અપહરણ કરીને માર મારી છોડી દીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાનની ધો.10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય બહેનને સ્કૂલ વેનની વર્દી મારતો જગદીશ મહેશભાઈ અગ્રવાલ ( ઉ.વ. 32, રહે.ફ્લેટ નં.205, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, ભૈયાનગર, પુણા ગામ, સુરત. મૂળ રહે. ઘર નં.5, અગ્રવાલ સદન, પોલીસ કોલોની પાસે, જલમહલ, જયપુર, રાજસ્થાન ) વર્ષ 2018 થી સ્કૂલે લેવા-મુકવા આવતો હતો. તે દરમિયાન જગદીશે તરુણીને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેને લગ્નની લાલચ આપી ત્રણ વખત જુદીજુદી જગ્યાએ લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. આ અંગેની જાણ જગદીશની પત્ની રવિના ( ઉ.વ.22 ) ને થતા તે ગત બપોરે 3.15 કલાકે જગદીશ અને તેની બહેન મમતા ( ઉ.વ.27 ) સાથે જગદીશની ઇકો કારમાં તરુણીના ઘર પાસે આવ્યા અને તરુણીને નીચે બોલાવી કારમાં અપહરણ કર્યું હતું અને રસ્તામાં માર મારી રવિનાએ તરુણીને ધમકી આપી હતી કે બીજી વાર જગદીશ જોડે મોબાઈલ પર વાત કરી તો તારા ટાંટીયા તોડી તને જાનથી મારી નાખીશ. બાદમાં તેઓ તરુણીને લેન્ડમાર્કની પહેલાની ગલી પાસે છોડી ભાગી ગયા હતા.

(5:16 pm IST)