Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રીંગણી ગામની સીમમાં ઝાડ નીચે જુગાર રમતા એક શખ્સને રૂ.3140 ના મુદામાલ સાથે ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રીંગણી ગામની સીમમાં આંબાના ઝાડ નીચે આંકડા લખી જુગાર રમાડતા કમલેશ ચીમનભાઇ વસાવા(રહે.રિંગણી) ને રેડ દરમિયાન આમલેથા પોલીસે અંગઝડતીના રોકડા રૂપિયા ૨૬૪૦ તથા મોબાઇલ નં -૧ કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ કિ.રૂ ૩૧૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:40 pm IST)