Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં પ્રાથમિક શાળામાં પ્રત્યક્ષ શિક્ષણની વિચારણા

ધો. ૯ થી ૧૨ અને કોલેજના પ્રથમ અને અંતિમ વર્ષમાં શિક્ષણ કાર્ય ચાલુ થયા બાદ પ્રાથમિક માટે ગંભીરતાથી વિચારણા

અમદાવાદ, તા. ૧૩ :. કોરોનાના કેસમાં આવેલા ઘટાડાને પગલે હવે ગુજરાતમાં આગામી માર્ચે પ્રથમ સપ્તાહમાં પ્રાથમિક સ્કૂલ ખુલવાની શકયતા વ્યકત થઈ રહી છે.

કોરોનાના કારણે દેશભરના અનેક રાજયોમાં હાઈસ્કૂલ, કોલેજો ખુલી રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર પણ પ્રાથમિક સ્કૂલ ખોલવાની વિચારણા કરી રહી છે. આ માટેની રાજ્ય સરકારે તૈયારી પણ આરંભ કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં ધો. ૯ થી ૧૨ તેમજ કોલેજોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થઈ રહ્યુ છે. કોલેજોમાં પણ પ્રથમ અને અંતિમ વર્ષનું શિક્ષણ કાર્ય માટે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત  રહે છે.

કોરોનાને કારણે શિક્ષકોને પણ શાળાએ જવાનો આદેશ થયો છે. શિક્ષકો પણ શાળાએ નિયમીત રીતે આવી રહ્યા છે.

ઉનાળુ વેકેશનની રજા ઉપર પણ કાપ મુકવામા આવશે. નવા શૈક્ષણિક સત્રનું શૈક્ષણિક કેલેન્ડર તૈયાર થઈ રહ્યુ છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણી ચાલી રહી છે. ચૂંટણી બાદ માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રાથમિક સ્કૂલ શરૂ થવાની તૈયારી ચાલી રહ્યાનું જાણવા મળે છે.

(3:36 pm IST)