Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં વિદેશ જવા ઇચ્છુક યુવકને લાલચ આપી 9.47 લાખ ખંખેરી લેનાર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ

વડોદરા: શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ વચ્છુકો પાસેથી નાણાં પડાવી વિઝા નહિ આપી 9.47 લાખની  છેતરપિંડી આચરવાનો બનાવો પોલીસ મથકે નોંધાયો છે. તપાસ દરમિયાન અન્ય લોકો પણ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે છે.

આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓએ નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવા પ્લાન ઘડી સારા એજન્ટ ને શોધી રહ્યા હતા. તે વખતે તેમના મિત્ર રવિભાઈ બારોટ ( રહેનડિયાદઅલંકાર ટાવરમાં ફોટોગ્રાફરની ઓફિસ હોય તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે તેણે ઘણા બધા માણસો નું સારું કામ કર્યું છે તમારા કામની પણ હું બાહેધરી આપું છું. ત્યારબાદ તેમના મિત્રોએ ભાવેશ ઘનશ્યામ વાણંદ ( રહે -વાણીયા શેરી, વાણંદ ફળિયું, વડોદરા ) નો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન 18 લાખનો ખર્ચો થશે તેમજ ટિકિટ પેટે એડવાન્સ 1.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા

બે દિવસમાં ટિકિટ મળી જવાની ખાતરી આપતા તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ મળતા તેઓએ ભાવેશભાઈ નો સંપર્ક સાંધતા સંપર્ક થયો હતો. જેથી તેઓએ પોલીસ પોલીસનો સંપર્ક સાંધતા ભાવેશે જણાવ્યું હતું કે તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી.ફરિયાદના આધારે પોલીસે ભાવેશ કુમાર અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(5:39 pm IST)