Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિરમગામના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

વિરમગામ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૧૦૦ ફોર્મ, જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ૨૩ ફોર્મ અને વિરમગામ નગરપાલીકા ની ૩૬ બેઠકો માટે ૧૫૩ ઉમેદવારી ફોર્મ ભરાયા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિરમગામના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. અત્યાર સુધીમાં કુલ વિરમગામ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે ૧૦૦ ફોર્મ, જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ૨૩ ફોર્મ અને વિરમગામ નગરપાલીકા ની ૩૬ બેઠકો માટે ૧૫૩ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

(8:38 pm IST)