Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજપીપળા નગરપાલિકામાં 28 બેઠકો માટે 146 ઉમેદવારોએ ફોર્મ ભર્યા:અપક્ષ ઉમેદવારોએ રેકોર્ડ તોડ્યો 104 ફોર્મ ભરાયા

ભાજપે 28, કોંગ્રેસે 12, બીટીપી અને આપ એક એક : અપક્ષ ઉમેદવારોએ રેકોર્ડ તોડ્યો 104 ફોર્મ ભરાયા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા નગર પાલિકામાં આ વર્ષે રેકોર્ડ બ્રેક ઉમેદવારોએ પાલિકામાં ચૂંટણીના ફોર્મ ભર્યા છે. આર્થિક પરિસ્થિતિથી નબળી રાજપીપળા પાલિકાની સત્તા હાંસલ કરવા તમામ વોર્ડમાં નેતાગીરી વધી ગઈ છે. ત્યારે 7 વોર્ડની 28 બેઠકો માટે 146 જેટલા ફોર્મ ભર્યા જેમાં તમામ વોર્ડમાં ભાજપે 28 ઉમેદવારોની પેનલ ઉતારી છે, જયારે કોંગ્રેસે 28 બેઠકો વચ્ચે માત્ર 12 જ ઉમેદવારો મેદાનમા ઉતાર્યા છે. જયારે પૂર્વ પ્રમુખ નિલેશસિંહ અટોદરિયાએ પણ હિતસરક્ષક અપક્ષ પેનલ ઉતારી છે આ પેનલો વચ્ચે માત્ર એક આપ અને એક બીટીપીએ ઉમેદવારી નોંધાવી છે.

  પ્રાંત અધિકારી કે.ડી.ભગતના નેતૃત્વમાં સૌથી વધુ ફોર્મ નગર પાલિકા માટે કરવામાં આવ્યા હવે ફોર્મ ચકાસણી કરવામાં આવશે ત્યારે લગભગ 50 ટકા ફોર્મ નીકળી જશે.17 તારીખે સ્પષ્ટ થઇ જશે કે કેટલા ઉમેદવારો ચૂંટણી લડાશે.
   કોંગ્રેસના શહેર કાર્યકારી પ્રમુખ માલવ બારોટે જણાવ્યું હતું કે કોંગ્રેસે 12 વોર્ડમાં જ્યા મેન્ડેટની જરૂર હતી ત્યાં ઉમેવારો ઉતાર્યા છે બાકીના વોર્ડમાં અપક્ષ ઉમેદવારો લડી રહ્યા છે. 28 બેઠકો પૈકી અમે 22 બેઠકો પર જીત મેળવીશું તેવી આશા વ્યક્ત કરી છે.
  પૂર્વ પાલિકા પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલ ના પુત્ર કુલદીપસિંહ ગોહિલ સહીત 28 બેઠકો પર ભાજપ ઉમેવારો એ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.આ વખતે ભાજપે એકદમ ફ્રેશ ઉમેવારોને મેદાનમાં ઉતાર્યા છે જુના એક બે રિપીટ કરી બાકી બધા નવા ઉમેવારો અને સક્ષમ ઉમેદવારોને  ઉતાર્યા છે. ત્યારે ભાજપ 15 પ્લસનો લક્ષ્ય લઈને ચાલી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે

(12:21 am IST)