Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

શનિવારે નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે ૫૬ ઉમેદવારી નોંધાઇ:આજદિન સુધી કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાઇ

જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ : આજદિન સુધી કુલ-૪૫૦ ઉમેદવારી નોંધાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા/ તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે છઠ્ઠા દિવસ ને શનિવારના રોજ નર્મદા જિલ્લા પંચાયતની ૨૨ બેઠકો માટે આજે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. તા.૧૨ મી ફેબ્રુઆરી સુધી નોંધાયેલી ૬૪ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૧૨૦ ઉમેદવારી નોંધાવા પામી છે.

તેવી જ રીતે,નર્મદા જિલ્લામાં સમાવિષ્ઠ નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા,દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની ૯૦ બેઠકો માટે આજે ૨૧૯ ઉમેદવારી નોંધાઇ છે. તા.૧૨ મી ફેબ્રુઆરી સુધીમાં તાલુકા પંચાયતોની બેઠકો માટે નોંધાયેલી ૨૩૧ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૪૫૦ ઉમેદવારી નોંધાવા પામી હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે

(12:26 am IST)