Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરજ બજાવતા સિક્યુરીગાર્ડ પર સુરતના પ્રવાસી ગ્રૂપનો હુમલો : ગાર્ડ લોહીલુહાણ,શું કહ્યું જોનારે..

સ્ટેચ્યુના પગ પર બેસવાં પર પ્રતિબંધ હોવા છતાં સુરતના એક પ્રવાસી ગ્રુપ ઉપર ચઢી ફોટા પડાવતા હોય સિક્યુરિટી ગાર્ડ રોકવા જતા હુમલો કર્યો : CISF જવાનો ક્યાં ગયા હતા..? સુરક્ષાને લઈને પ્રશ્ન ઉભો થતો હોય તંત્રનો ઘટનાને દબાવવાનો પ્રયાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધતા પ્રવાસીઓ સાથે સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. CISF પાછળ કરોડો રૂપિયા SOU સત્તામંડળ ખર્ચ કરે છે પરંતુ સ્ટેચ્યુ પરિસરમાં મારામારી થાય એક સુરક્ષા કર્મીને લોહી લુહાણ કરી નાખે એવી ઘટના બની છતાં CISF ત્યાં હાજર ના હોય તો આટલો મોટો સ્ટાફ રાખવાનો શું મતલબ..? આમ સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.

ગોરા ગામ ખાતે બનાવેલ આદર્શ નગરમાં રહેતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર  સુરક્ષા કર્મી તરીકે ફરજ બજાવતા વનરાજ મહેશભાઇ તડવી નામના કર્મચારી સરદાર વલ્લભભાઈ પટેલ ની 182 મીટર પ્રતિમાના પગ પાસે ફરજ બજાવતો હતો તે સમયે સુરતનું એક પ્રવાસી ગ્રૂપ જેમાં 10થી 12 વ્યક્તિઓનું આવ્યા અને તેઓ સરદાર પટેલનાં પગ પર ચઢીને ફોટા પાડવા જતા અને ઉપર બેસી ગયા હોય ત્યારે આ પગ પર ચડવા માટેનો પ્રતિબંધ હોય સિક્યુરિટી ગાર્ડ વનરાજ તડવી એ બે થી ત્રણ વાર વિનંતી કરી. પણ પ્રવાસીઓ માનતા ના હતા. અને વધુ વાર અટકાવવા જતા પ્રવાસીઓ નું આ ગ્રુપ સિક્યુરિટી ગાર્ડ પર હાવી થઈ  માર માર્યો હતો. મોઢામાં મુક્કા મારતા સુરક્ષાકર્મી ના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું અને પ્રવાસીઓના ટોળા એકઠા થઇ ગયા ત્યારે જીવ બચાવી સુરક્ષા કર્મી પગ નીચે અન્ય સુરક્ષા કર્મી પાસે ભાગી ગયો હતો તે અન્ય કર્મચારીઓ લોહી લુહાણ કર્મચારી ને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ ગયા હતા.
- અત્રે ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ પર  હુમલા થશે ક્યાં સુધી ચાલશે CISF ની સિક્યુરિટી ક્યાં ગઈ હતી. બસ નીચે પ્રવાસીઓને ચેકિંગમાં જોર અપનાવાતી CISF નો પગ પાસે પણ પોઇન્ટ છે જો એ સુરક્ષા કર્મીઓ ત્યાં ફરજ પર હોત  તો આ કર્મચારી એ આટલો માર ખાવો ના પડત. એટલે સુરક્ષા સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

   
(10:28 pm IST)