Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સરપંચ પાસે 15 હજારની લાંચ લેનાર મંડાળા ગામના તલાટીનાં જામીન નામંજૂર કરતી એડિશનલ સેસન કોર્ટ

RCC રસ્તાના કામ માટે 15 માં નાણાં પંચમાંથી કુલ 3.62 લાખ જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જેમાં ટકાવારી તલાટીએ માંગતા રંગે હાથ ઝડપાયો હતો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રામ પંચાયતનાં તલાટી ગામના જ સરપંચ પાસે લાંચ માંગતા એસીબી ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપી ગુનો દાખલ કર્યો જે તલાટી એ રાજપીપળા ની એડિશનલ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરતા નામદાર કોર્ટે લાંચિયા તલાટીની જામીન ના મંજુર કરી દીધી.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદ ડેડીયાપાડા બસ ડેપો સામે આવેલા એક મકાનમાં એસીબી એ ટ્રેપ ગોઠવી હોય જેમાં ટ્રેપિંગ અધિકારી માં ડી.ડી.વસાવા,પો.ઇન્સ.નર્મદા એ.સી.બી. પો.સ્ટે.રાજપીપળા એ તેમની ટીમ સાથે ઝાંક ગામમાં સરપંચ ની ફરિયાદના મુજબ RCC રસ્તાના કામ 15 માં નાણાં પંચ માંથી કુલ રૂ।.3,62,000/- જેટલી રકમ મંજુર કરવામાં આવેલ જે રસ્તાના કામો સરપંચે જાતે કરેલ હોય તેમના ગૃપ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી રીતેષ ગેમર દેસાઈ નાઓએ આ કામોની ટકાવારી ફરિયાદી પાસે માંગેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય માટે એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ કરતાં આ ફરીયાદ આધારે રાજપીપળા એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કરતાં તલાટી રીતેષ ગેમર દેસાઈ 15,000 લાંચની માંગણી કરી હોય એ રકમ સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જતાં એસીબી એ તેની સામે ગુનો દાખલ કર્યો છે.
જે બાબતે ધરપકડ બાદ જામીન પર છૂટવા માટે તલાટી રિતેશ દેસાઈએ રાજપીપળા ની એડિશનલ સેસન્સ કોર્ટ માં જામીન માટે ની અરજી કરતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે ગોહિલે જામીન મળે તો જરૂરી પુરાવા નો નાસ કરી શકે છે. જેવી બાબતો ટાંકી ધારદાર દલીલો કરી જેથી નામદાર જજ સિદ્ધિકી સાહેબે તલાટી ના જામીન ના મંજુર કર્યા હતા એટલે વધુ દિવસો તલાટી એ જેલમાં કાઢવા પડશે

(10:42 pm IST)