Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન ફેરવી તોળ્યું

અમદાવાદ : શકિતપીઠ અંબાજીમાં મોહનથાળ પ્રસાદ મુદ્દે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે શનિવારે આપેલું નિવેદન આજે ફેરવી તોળ્યું છે. તેમજ કહ્યું છે ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો છે. જો કે શનિવારે મંત્રી ઋષિકેષ પટેલે ચિક્કીના પ્રસાદના ગુણગાન ગાયા હતા. તેમજ કહ્યું હતું કે મોહનથાળનો પ્રસાદ આઠ દિવસમાં બગડી જાય છે. જ્યારે ચીકીનો પ્રસાદ લાંબા સમય સુધી બગડતો નથી

(11:41 pm IST)