Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમદાવાદમાં ઈન્ફ્લુએન્ઝાના નવા વાયરસ H3N2ના કેસમાં ચિંતાજનક વધારો : H3N2ના 9 કેસ નોંધાયા

જોધપુરમાં 3, બોડકદેવમાં 2, નવરંગપુરામાં 2 અને વેજલપુર અને મક્તમપુરામાં એક-એક H3N2ના કેસ નોંધાયા

અમદાવાદમાં પણ ઈન્ફ્લુએન્ઝાના નવા વાયરસ H3N2ના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં H3N2ના 9 કેસ નોંધાયા છે. જેમાં જોધપુરમાં 3, બોડકદેવમાં 2, નવરંગપુરામાં 2 અને વેજલપુર અને મક્તમપુરામાં એક-એક H3N2ના કેસ નોંધાયા છે. ઈન્ફ્લુએન્ઝાનો નવો વાયરસ H3N2 શહેરમાં જાન્યુઆરીમાં દેખાયો હતો. માર્ચના 10 દિવસમાં H3N2ના 3 કેસ નોંધાયા હતા. જેમાં અચાનક વધારો થયો છે.

  H3N2ના તમામ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના કેસમાં પણ વધારો થયો છે. સિવિલની OPDમાં આવતા વાયરલ ઈન્ફેક્શનના કેસમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. OPDમાં આવતા 70 ટકા દર્દીઓમાં ચિંતાજનક રીતે H3N2ના લક્ષણો જોવા મળી રહ્યા છે.

(11:57 pm IST)