Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કાલથી ધો. ૧૦-૧૨ની પરીક્ષા : ૧૬ લાખ ૫૦ હજાર પરીક્ષાર્થીઓ

ધો.૧૦માં ૯,૫૬,૭૫૩, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૦,૩૮૨, ધો.૧૨ સામાન્‍ય પ્રવાહ ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્‍સુક : શિક્ષણ બોર્ડની પરીક્ષા ન્‍યાયિક માહોલમાં યોજવા શિક્ષણ વિભાગ, કલેકટર તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા કડક પ્રબંધો : કંટ્રોલ રૂમમાં કામગીરીનો ધમધમાટ : સૌરાષ્‍ટ્રમાં ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે : પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું ઉત્‍સાહવર્ધક સ્‍વાગત થશે

રાજકોટ : ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્‍યારે આજે પરીક્ષામાં બેઠક વ્‍યવસ્‍થા નિહાળવા પરીક્ષા કેન્‍દ્રો ઉપર પરીક્ષાર્થીઓ ઉમટી પડયા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)(૩૭.૭)

રાજકોટ, તા. ૧૩ : ગુજરાત રાજયમાં ગરમીની મૌસમ સાથે પરીક્ષાની મૌસમ પણ ખીલી રહી છે. આવતીકાલથી ગુજરાત રાજયમાં પરીક્ષાનો ફીવર છવાશે. ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૪ના મંગળવારથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં કુલ ૧૬ લાખ અને ૫૦ હજાર  વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે. પ્રત્‍યેક પરીક્ષાર્થી ગેરરીતિમુકત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષાનું સંચાલન માટે એકશન પ્‍લાન ૨૦૨૩ તૈયાર કરવામાં આવ્‍યો છે. હાલના સમયમાં શિક્ષણનો વ્‍યાપમાં વધારો થતાં માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાએ નિયમીત રૂપે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થયો છે.

ધો.૧૦ અને ૧૨માં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં કુલ ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેની કારકિર્દીની મહત્‍વની કસોટી આપવા થનગની રહ્યા છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦માં કુલ ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે. જયારે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જયારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬ વિદ્યાર્થી નોંધાયા છે. ધો.૧૦-૧૨ની પરીક્ષા તા.૧૪ માર્ચ થી ૨૯ માર્ચ સુધી ચાલનારી છે. જીલ્લા કક્ષાએ વ્‍યવસ્‍થાતંત્ર પોતાનું આગવુ આયોજન માટે સફળ સંચાલન માટેનો જીલ્લા કક્ષાનો એકશન પ્‍લાન તૈયાર કર્યો છે. તમામ કેન્‍દ્રો ઉપર ગેરરીતિ વગર શાંતિપૂર્ણ અને ભયમુકત વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવુ આયોજન કરવામાં આવ્‍યુ છે. વિદ્યાર્થીઓની મુશ્‍કેલી તાત્‍કાલીક નિરાકરણ માટે તનાવમુકત રીતે પરીક્ષા આપી શકે તે માટે કાઉન્‍સીલીંગ અને હેલ્‍પલાઈન અંગેનું જીલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્‍યુ હતું.

જીલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પરીક્ષા પૂર્વે સવારે ૭ થી રાત્રીના ૮ કલાક સુધી શરૂ કરવામાં આવ્‍યા છે. જીલ્લા કક્ષાએ પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જીલ્લા કલેકટર શ્રી, જીલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશ્નર, માન્‍ય સંઘોના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, રાજય અને રાષ્‍ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા આચાર્યો - શિક્ષકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારીની વરણી કરવામાં આવી છે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં ન્‍યાયિક માહોલમાં યોજવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક સુચનાઓ આપવામાં આવી છે. પરીક્ષા કેન્‍દ્રો ઉપર સીસીટીવી કેમેરા, સીસીટીવીનું લાઈવ રેકોર્ડીંગ નિહાળવુ, સીસીટીવી રેકોર્ડીંગના ડીવીડી મોકલવા સહિતની અનેક સુચનાઓ આપવામાં આવી છે.

ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભયમુકત થાય તે માટે પ્રથમ પ્રશ્નપત્રમાં પરીક્ષા કેન્‍દ્રમાં પ્રવેશતી વેળાએ કુમકુમ તિલક તેમજ મીઠુ મોં કરાવી પુષ્‍પગુચ્‍છથી ઉત્‍સાહવર્ધક સ્‍વાગત કરવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં તમામ જીલ્લાઓમાં સંવેનશીલ કેન્‍દ્રો ઉપર શિક્ષણ બોર્ડ, કલેકટર સહિતની ફલાઈંગ સ્‍કવોડ નિરીક્ષણ કરશે.

ધો.૧૦

ધો. ૧૦માં સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૯,૫૬,૭૫૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે જેમાં અમરેલી જીલ્લામાં ૨૦,૩૭૮, કચ્‍છ જીલ્લામાં ૨૮,૨૩૫, જામનગર જીલ્લામાં  ૧૭,૬૦૭, જૂનાગઢ જીલ્લામાં ૨૫,૯૧૦, રાજકોટ જીલ્લામાં ૪૭,૬૦૬, સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૨૧,૪૩૯, પોરબંદરમાં ૮૧૯૧, દેવભૂમિ દ્વારકા ૯૩૫૩, ગીર સોમનાથ જીલ્લામાં ૧૯,૭૫૮, મોરબી જીલ્લામાં ૧૩,૮૦૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ધો. ૧૨

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજયમાં કુલ ૧,૧૦,૩૮૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં અમરેલી જીલ્લામાં ૧૭૧૮, જામનગર જીલ્લામાં ૧૭૦૫, જૂનાગઢ જીલ્લામાં ૨૭૯૧, રાજકોટ જીલ્લામાં ૭૦૬૭, સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૧૨૪૪, પોરબંદર જીલ્લામાં ૪૨૪, દેવભૂમિ દ્વારકામાં ૪૨૧, ગીર સોમનાથમાં ૧૩૮૬, મોરબી જીલ્લામાં ૧૬૫૪ વિદ્યાર્થી નોંધાયા છે.

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહ

ધો. ૧૨ સામાન્‍ય પ્રવાહમાં સમગ્ર ગુજરાત રાજયમાં ૫,૬૫,૫૨૮ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં અમરેલી જીલ્લામાં ૧૨,૬૧૬, જામનગર જીલ્લામાં ૧૦,૬૬૩, જૂનાગઢ જીલ્લામાં ૧૫,૭૭૦, રાજકોટ જીલ્લામાં ૨૯,૭૪૪, સુરેન્‍દ્રનગર જીલ્લામાં ૧૩,૬૯૮, પોરબંદર જીલ્લામાં ૫૦૯૫, દેવભૂમિ દ્વારકામાં ૪,૮૯૩, ગીર સોમનાથ જીલ્લામાં ૧૨,૮૮૫, મોરબી જીલ્લામાં ૭૯૦૯ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે.

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૩ : ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે ત્‍યારે જિલ્લા શિક્ષણ વિભાગે પણ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

શહેર તાલુકાની પરીક્ષા વ્‍યવસ્‍થા અંગે વિશ્વમિત્ર શાળા વિકાસ સંકુલના સુનિલભાઈ બરોચિયા એ જણાવ્‍યું હતું કે ચાલુ વર્ષે ધોરણ ૧૦માં શહેરમાં ૨૫૦૦, તાલુકાના દેરડી અને મોવિયા ગામે ૭૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે, અને ધોરણ ૧૨ માટે ૨૬૯૩ વિદ્યાર્થીઓ નોંધાયા છે, ધોરણ ૧૦ માટે શહેરની ૯ અને ગ્રામ્‍યની ૨ શાળા મળી ૧૧ શાળા, ધોરણ ૧૨ માટે ૯ શાળા માં પરીક્ષા લેવાશે ૨૨૦ સુપરવાઈઝર, ઝોનલ અને ડિસ્‍પેચ સહિતની કામગીરી માટે કર્મચારી જોડાશે. અત્રે ઍ ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર ઍ પહોîચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આ વખતે વિવિધ ગામના વિદ્યાર્થીઓઍ શાળા ­માણે વ્યવસ્થા ગોઠવી છે જયારે અમુક વિદ્યાર્થીઓ પોત પોતાની રીતે પરીક્ષા કેન્દ્ર પર પહોîચશે તેઓ નિર્ણય કર્યો છે.

વીરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી તા.૧૪ માર્ચ થી ૨૮ માર્ચ સુધી યોજાવનાર છે ત્યારે રાજકોટ જિલ્લાના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાî કેન્દ્ર-૧ માતુશ્રી મોîઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ તેમજ વીરપુર-૨ જલારામજી વિદ્યાલય ખાતે કુલ ૩૯૫ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે જેમને લઈને વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓમાî વ્યસ્ત છે ત્યારે જીલ્લા વહીવટી તîત્ર કાર્યરત છે, વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાîતિમય વાતાવરણમાî પરીક્ષા આપી શકે તે માટે વર્ષ ૨૦૦૮થી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટેની સમસ્યાઓ નિવારણ માટે હેલ્પલાઇનનો વિચાર કાર્યરત છે જે હેલ્પલાઇન નî.૧૮૦૦૨૩૩૫૫૦૦ છે જેમાî તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અપાય છે.

આ ઉપરાîત વિદ્યાર્થીઓને સ્થળ સîચાલક અને શિક્ષક મિત્રો દ્વારા પણ જરૂરી માર્ગદર્શન અપાઇ છે,બોર્ડ દ્વારા યોજાતી  ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષામાî શાળા દ્વારા ગેરનીતિ મુક્ત અને તîદુરસ્ત વાતાવરણ યોજાય અને પરિક્ષાર્થીઓને કોઈપણ મુશ્કેલી કે અન્યાય ન થાય તે બાબતે પણ અગ્રતા આપવામાî આવે છે અને તે માટે બોર્ડની પરીક્ષા સાથે સîકળાયેલા કર્મચારીઓની બેઠક માતુશ્રી મોîઘીબા ગર્લ્સ સ્કૂલ ખાતે યોજવામાî હતી. જેનુî સîચાલન સ્વાતિબેન દેવમુરારી તેમજ વી.ડી.નૈયા દ્વારા કરવામાî આવ્યુî હતુî,પરીક્ષાના આગામી દિવસે વિદ્યાર્થીઓ તેમની બેઠક વ્યવસ્થા જાઈ શકે તે માટેની વ્યવસ્થા કરવામાî આવી છે.આગામી ૧૪ માર્ચના રોજ યોજાનાર બોર્ડની પરીક્ષામાî વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહાનુભાવો દ્વારા પરીક્ષાના પહેલા દિવસે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને મોં મીઠા તેમજ કુમકુમ તિલક કરીને સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાî આવશે.

(11:18 am IST)