Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કલ્‍પસર યોજના શકય છે કે નહિ? ર૦ વર્ષથી અહેવાલ તૈયાર થાય છે

ર૧૬ કરોડ વપરાઇ ગયા હજુ કામ કયારે શરૂ થશે તે નક્કી નહિ

(અશ્વીન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧૩: રાજય સરકારે કલ્‍પસર યોજના અંગે ધારાસભ્‍યોએ પુછેલા પ્રશ્નના જવાબમાં ખર્ચના આંકડા અને યોજનાની પ્રાથમીક પ્રગતી અંગે માહીતી આપી હતી.

સરકારે જવાબમાં જણાવ્‍યા મુજબ કલ્‍પસર યોજનાનો પુર્ણ શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવા માટેના જરૂરી અભ્‍યાસોની કામગીરી માટે તા. રર-૧-ર૦૦૩ થી સરકારે મંજુરી આપેલ હતી. ર૦ વર્ષ વીતી ગયા હોવા છતા આ યોજનાનો શકયતાદર્શી અહેવાલ પુર્ણ થયેલ નથી. શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવા ર૦ર૦-ર૧માં રૂા. ૪૯.રપ કરોડ, ર૦ર૧-રરમાં ૪૦.૬પ કરોડ અને ર૦રર-ર૩ માં ૧પ.૧૭ કરોડ મળી ૧૦પ.૦૭ રોડનો ખર્ચ કરવામાં આવેલ છે. કલ્‍પસર યોજના શરૂ કરવા તા.રર-૧-ર૦૦૩ના રોજ સરકાર દ્વારા રૂા. ૮૪ કરોડની વહીવટી મંજુરી આપેલ હતી તે કામગીરી ર૦ વર્ષ બાદ પણ શકયતાદર્શી અહેવાલ તૈયાર કરવાના તબક્કે છે. આ કામગીરી પેટે કુલ રૂા. ર૧૬.પ૦ કરોડનો ખર્ચ થવા પામેલ છે.

(11:21 am IST)