Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજ અને સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે ર૯૩૯ પદો ઉપર ભરતી

દોડો...દોડો.. જલ્‍દી નોકરીએ લાગી જાવ : UPSC, બેન્‍ક, હોસ્‍પિટલ, રોડ-વાહન વ્‍યવહાર નિગમ, એન્‍જીનીયરીંગ સર્વિસ, IOCL, ગૃહ રક્ષા વિભાગ વિગેરે દ્વારા અલગ-અલગ કેડરમાં જગ્‍યાઓ ભરાશે

રાજકોટ તા. ૧૧ :.. જ્ઞાન, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગમાં સત્તા સાથે સેવા કરવાનો અને સન્‍માન મેળવવાનો મોકો આપતી સરકારી - અર્ધ સરકારી નોકરી મેળવવા આજનું યુવાધન સતત આતુર હોય છે. હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજ સહિત સમગ્ર દેશમાં વિવિધ જગ્‍યાએ અલગ-અલગ કેડરમાં કુલ ર૯૩૯ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો...

* ઝારખંડ ગૃહ રક્ષા વાહિની કોડરમાં દ્વારા ૩૧-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે હોમગાર્ડની કુલ ૩૯૧ જગ્‍યાઓ ઉપર ભરતી થઇ રહી છે.

https://koderma.nic.in/

*  ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ર૦-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર એન્‍જીનીયર્સ, આસીસ્‍ટન્‍ટ વિગેરેની કુલ પ૧૩ જગ્‍યાઓ માટે ભરતી થઇ રહી છે.

https://www.iocl.com/

*  રાઇટસ લિમિટેડ દ્વારા ૧૩-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ એન્‍જીનીયર્સની ૧૦ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.rites.com/

* આસામ એન્‍જીનીયરીંગ સર્વિસીસ રીક્રુટમેન્‍ટ બોર્ડ દ્વારા ૧૩-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનિયર ઇન્‍સ્‍પેકટર સહિતની વિવિધ ર૯૪ જગ્‍યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://api.aesrb.in/

* હિમાચલ પથ પરિવહન નિગમ, સીમલા દ્વારા ૧૪-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે ડ્રાઇવરની ર૭૬ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.hrtchp.com/hrtc-info/

*  બેન્‍ક ઓફ બરોડા દ્વારા ૧૪-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે વેલ્‍થ મેનેજમેન્‍ટ પ્રોફેશનલ્‍સની કુલ પ૪૬ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.bank ofbaroda.in/

* યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન (યુપીએસસી) દ્વારા ૧૭-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે એન્‍ફોર્સમેન્‍ટ ઓફીસર્સ સહિતની વિવિધ પ૭૭ જગ્‍યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.upsc.gov.in/

સમગ્ર વર્ષ દરમ્‍યાન યુપીએસસી દ્વારા વિવિધ કેડર-પોસ્‍ટસની ભરતી સમયાંતરે થતી જ હોય છે. આ માટે ઉપરોકત વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.

* ડો. રામ મનોહર લોહીયા હોસ્‍પિટલ, નવી દિલ્‍હી દ્વારા ૧૩-૩-ર૦ર૩ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનીયર રેસીડેન્‍ટ (નોન એકેડેમિક) ની કુલ ૧૩૯ જગ્‍યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://rmlh.nic.in/

* ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૧૪-૪-ર૦ર૩ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સીવીલ જજની કુલ ૧૯૩ જગ્‍યાઓ માટે ભરતી જાહેરાત આપવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત ૧પ-૩-ર૦ર૩ થી થઇ શકશે. લાયકાત સહિતના ભરતીના નિયમો જાહેરમાં  જોઇ શકાય છે. સીવીલ જજ માટે ૭૭૮૪૦ થી લઇને ૧,૩૬,પર૦ રૂપિયા સુધીનું  પગાર ધોરણ મળવાપાત્ર થશે.

https://gujarathighcourt.nic.in/

અથવા

https://hc-ojas.gujarat.gov.in/

ઉજજવળ ભવિષ્‍ય અને ઉચ્‍ચ કારકીર્દી ઘડવાની તક આપતી આટઆટલી નોકરીઓ હાજર છે ત્‍યારે યોગ્‍ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્‍વપ્રયત્‍ન, આત્‍મ વિશ્વાસ, હકારાત્‍મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથાઇશ્વરમાં શ્રધ્‍ધા સાથે મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સોનેરી સમય આપ સૌની રાહ જોઇ રહ્યો છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્‍ટ.

(5:10 pm IST)