Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ઉત્તર ગુજરાત-દ. ગુજરાત- સૌરાષ્‍ટ્રમાં-મધ્‍ય ગુજરાતને ૩ દી' મેઘરાજા ઘમરોળશ

રાજ્‍યમાં ફરી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

 

 

ગાંધીનગર, તા.૧૩: ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. દરમ્‍યાન સાથે-સાથે છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળ્‍યો છે. થોડાક દિવસ અગાઉ જ રાજ્‍યના કેટલાંક વિસ્‍તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્‍યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્‍યું હતું. ત્‍યારે વધુ એકવાર હવામાન વિભાગે રાજ્‍યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.

રાજ્‍યમાં આજથી ૧૫ માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્‍યક્‍ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્‍યમાં તારીખ ૧૩, ૧૪ અને ૧૫ માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્‍યક્‍ત કરી છે.

જેમાં વિગતે વાત કરીએ તો રાજ્‍યમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્‍ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા તો દ. ગુજરાતમાં ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદ તો સૌરાષ્‍ટ્રમાં અમરેલી, ભાવનગર તેમજ કચ્‍છમાં પણ કમોસમી માવઠાની સંભાવના વ્‍યક્‍ત કરાઇ છે. જ્‍યારે મધ્‍ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તમને જણાવી દઇએ કે, ઉત્તર-પૂર્વીય પવનોના કારણે રાજ્‍યમાં વાતાવરણમાં પલટો આવશે.

(1:10 pm IST)