Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુથાર સમાજ ગુજરાતના પ્રમુખ ઠાકોર મિષાીની રાષ્‍ટ્રીયસ્‍તરે નિમણૂંક

રાજકોટઃ તાજેતરમાં નવી દિલ્‍હી ખાતે યોજાયેલ અખિલ ભારતીય વિશ્વકર્મા વંજશ સર્વોત્‍થાન સંગઠનના રાષ્‍ટ્રીય સંમેલનમાં ગુજરાતના ઠાકોર મિષાીને રાષ્‍ટ્રીય કાર્યકારીણીમાં સમાવી પ્રભારીમંત્રી તરીકે સર્વાનુમતે નિયુકત કરાયા છે. દેશના જુદા જુદા રાજયોના ડેલીગેટસોની ઉપસ્‍થિતિમાં ઉતરપ્રદેશ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ગુજરાત સહિત ૧૩ પ્રતિનિધિઓની રાષ્‍ટ્રીય કાર્યકારીણી સમિતિ માટે વરણી કરાઇ હતી.

ઉલ્લેખનીય છેકે, ઠાકોર મિષાી સુથાર સમાજ ગુજરાત નામની સંસ્‍થાની નોંધણી કરાવી મેવાડા, ગજજર, વૈશય અને પંચોળી જેવી જ્ઞાતિઓમાં વહેંચાયેલા સમાજને સંગઠીત કરવા છેલ્લા ૨૮ વર્ષથી પ્રયત્‍નશીલ હોવાનું યાદીમાં જણાવાયુ છે

(1:16 pm IST)