Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કાલે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટરમાં વિવિધ દિનની ઉજવણી : ગણિત-વિજ્ઞાન અંગેના કાર્યક્રમો-પ્રદર્શન

રાજકોટ,તા. ૧૩: રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્‍યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી (ગુજકોસ્‍ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે.

અગામી તારીખ ૧૪મી માર્ચ ૨૦૨૩, મંગળવારના રોજ ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો આવે છે, જેમાં ચાર દિવસો મુખ્‍ય છે, ૧. ઇન્‍ટરનેશનલ  ડે ઓફ મેથેમેટિકસ, ૨. પાઈ-ડે, ૩. નેશનલ લર્ન અબાઉટ બટરફલાઇસ ડે તથા ૪. ઇન્‍ટરનેશનલ ડે ઓફ એક્‍શન ફોર રિવર્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ જ દિવસે વિશ્વવિખ્‍યાત વિજ્ઞાની આલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનની જન્‍મજયંતી તથા ડો. સ્‍ટીફન હોકીન્‍ગ્‍સની પુણ્‍યતિથી છે. આ નિમિત્તે રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર - રાજકોટના સ્‍ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉજવણીનો મુખ્‍ય હેતુ સેન્‍ટરની મુલાકાત લેનાર તમામ મુલાકાતીઓ તથા વિદ્યાર્થીઓને આ દિવસોની મહત્તા સમજવાનો છે. ગણિતને લગતી ‘ભાગુસબા (BODMAS)' ના નિયમો સમજાવતી ટ્રેઝર હંટ તથા પાયથાગોરસના પ્રમેય આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું પ્રદર્શન રાખવામાં આવેલ છે. જેની વર્ષ ૨૦૨૩ની થીમ ‘મેથેમેટિક્‍સ ફોર એવરીવન' છે. ઉપરાંત, પાઈ-ડેની મહત્તા તથા ઇતિહાસ સમજાવતી એક્‍ટિવિટીનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઇન્‍ટરનેશનલ ડે ઓફ એક્‍શન ફોર રિવર્સની ઉજવણીના ભાગરૂપે એકપાત્રીય અભિનય ‘નદી રડી રહી છે!' નું આયોજન કરવામાં આવેલ છે, જેની વર્ષ ૨૦૨૩ ની થીમ ‘રાઇટ્‍સ ઓફ રિવર્સ'છે. નેશનલ ડે ઓન લર્ન અબાઉટ બટરફલાઇસની પણ ઉજવણી કરવામાં આવશે. સ્‍ટાફ દ્વારા પતંગિયાના જીવનના વિવિધ તબક્કા દર્શાવતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તારીખ ૧૪મી માર્ચના રોજ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક તથા ભૌતિકશાષાી આલ્‍બર્ટ આઇસ્‍ટાઇનની જન્‍મજયંતી તથા પ્રસિદ્ધ ભૌતિકશાષાી અને  કોસ્‍મોલોજીસ્‍ટ એવાં સ્‍ટીફન હોકીંગની પુણ્‍યતિથી પણ હોય, સેન્‍ટર દ્વારા નોબેલ પ્રાઈઝ - ફીઝીક્‍સ ગેલેરીમાં આ વિજ્ઞાનીઓની શોધો પર આધારિત પ્રવૃત્તિ કરાવવામાં આવશે. ઉજવણીનો ભાગ બનવા જનતા અને ખાસ કરીને વિદ્યાર્થીઓને નમ્ર અપીલ કરવામાં આવે છે. સ્‍થળઃ રીજીયોનલ સાયન્‍સ સેન્‍ટર, ઇશ્વરિયા મંદિર પાસે, માધાપર જામનગર રોડ રાજકોટ.

(5:10 pm IST)