Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

રાજકોટ તા.૧૩ હાલમાં આખો દેશ ભારતીય જનતા પાર્ટીની રિતી અને નીતિઓ થી ચિંતિત છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર દેશ ની જનતા નો સકારાત્મક વિચાર કરતી નથી અને તેના બદલે તેને ડામી રહી છે અને નરેન્દ્રભાઇ મોદીના ખાસ મિત્ર ગણાતા અદાણી ને ફાયદો કરી છે દેશની મધ્યમ વર્ગના મહેનત મજૂરી કરેલા પૈસા થી SBI અને LIC જેવી કંપનીઓ માં રોકાણ કરે છે ત્યારે તે કંપનીઓ દ્વારા અદાણી ને મસ મોટી લોન આપી ને દેશ ની સંસાધનો ને ઠેસ પહોંચાડી રહી છે.ત્યારે તેના વિરુદ્ધ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા  જગદીશભાઈ ઠાકોર તેમજ  અમીતભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં આજે સરદાર બાગ,લાલદરવાજા,,અમદાવાદ ખાતે થી રાજીવ ગાંધી ભવન,પાલડી,અમદાવાદ સુઘી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

(3:07 pm IST)