Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ભારતનો સૌથી વહાલો સુપરહીરો ‘બાલવીર' ફરી એકવાર મેદાનમાં

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૩ :.. સોની સબ તેની સૌથી લોકપ્રિય ફ્રેન્‍ચાઇઝ સિરીઝમાંથી એક બાલવીર પાછી લાવવા માટે સુસજજ છે, જેણે ભારતીય દર્શકોના મન જીતી લીધા હતાં. નવી સીઝન એકશન, ડ્રામા, ભરપુર જાદુથી ભરચક વધુ રોમાંચક સાહસોથી ભરચક હશે.

મુખ્‍ય પાત્ર સાથે પ્રતિકાત્‍મક બની ગયેલો દેવ જોશી જ આ વખતે પણ ભૂમિકા સાકાર કરશે. આ અભિનેતાએ બંને ઓરિજિનલ શોમાં અને તેની ફોલો-અપ સિરીઝ બાલવીર રિટર્ન્‍સમાં પણ બાલવીરનું પાત્ર ભજવ્‍યું હતું. સોની સબનું લક્ષ્ય રિટર્ન ઓફ બાલવીર સાથે પરિવારના દરેકને સ્‍પર્શ તેની પરિવાર અનુકુળ કન્‍ટેન્‍ટ લાવવાનું ચાલુ રાખવાનું છે. આગામી સીઝનમાં બાલવીર ર૪ વર્ષનો સુપર હીરો છે, જે પડકારજનક સ્‍થિતિઓનો સામનો કરે છે.

બલવીરની શકિતઓ જાદુ અને સ્‍મૃતિ છીનવી લેવાય છે અને તેને વીર તરીકે નિયમિત પરિવાર સાથે રહેવા માટે મોકલવામાં વે. છે. આ સીઝન બાલવીરની તેની ઓળખ પાછી મેળવવાની ધગશ પર કેન્‍દ્રિત છે. વહાલો સુપર હીરો આ પ્રસંગ સામે ફરીથી ઉભો થશે અને આખરી હીરો બની રહેશે અને દર્શકોને તેનો પ્રવાસ જોવાની તક મળશે.

(3:48 pm IST)