Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સોની સબ પર રોમાન્‍સ ડ્રામા ધ્રુવ તારામાં શું ધ્રુવને જાણ થશે કે તારા તેના ઘરમાં રહે છે?

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ તા. ૧૩ :.. સોની સબ પર રોમાન્‍સ ડ્રામા ધ્રુવ તારા - સમય સદી સે પરે અલગ અલગ યુગના ધ્રુવ (ઇશાન ધવન) અને તારા (રિયા શર્મા)ના જીવનમાં ડોકિયું કરે છે. તારા ૧૭ મી સદીની રાજકુમારી છે, જે સમયના કાયદાને તોડીને પોતાના ભાઇને સાજો કરવા માટે વર્તમાન દિવસમાં આવે છે. તેના શાસનના ભવિષ્‍ય માટે તેનો ભાઇ જીવે એ મહત્‍વ પૂર્ણ હોય છે.

માર્ગમાં તે ધ્રુવને મળે છે, જે ર૧મી  સદીનો ન્‍યુરોસર્જન છે અને બંનેની પ્રેમકથા શરૂ થાય છે. નવરંગ વેનમાં પ્રવાસ અને ર૧ મી સદીમાં ધ્રુવને મળ્‍યા પછી તારા આ સદીના પડકારોને કઇ રીતે ઝલે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.

ધ્રુવ ન્‍યુરોસર્જન છે એ જાણીને તારાની ખુશીનો કોઇ પાર રહેતો નથી.

દરમિયાન અજુગતી ઘટનાઓમાં ધ્રુવના દાદા-દાદીને સ્‍થાનિક ચોર લૂંટે છે અને તારા તેમના બચાવમાં આવે છે. તેની આ મદદ ધ્રુપનાં દાદા-દાદીને મદદરૂપ થશે અને તેને કારણે ધ્રુવની તે નજીક પહોંચી શકશે એવી કલ્‍પના કરેલી હોતી નથી. આખરે તે ધ્રુવમાં ઘરમાં પહોંચી જાય છે.

(3:50 pm IST)