Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

એક્‍સિસ બેંકે ખેડૂતોને ધિરાણ પુરૂં પાડવા આઇટીસી લિ. સાથે ભાગીદારી કરી

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા. ૧૩: ભારતની ત્રીજી સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્‍ક એક્‍સિસ બેન્‍કે આઇટીસીની એગ્રીકલ્‍ચરલ ઇકો-સિસ્‍ટમનો ભાગ એવા ખેડૂતોને તેની ધિરાણ લોન અને સેવાઓ પૂરી પાડવા માટે આઇટીસી લિમિટેડ સાથે જોડાણની જાહેરાત કરી છે.

આ ભાગીદારીથી એક્‍સિસ બેન્‍ક દેશનાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતા અને ધિરાણ સેવાથી વંચિત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી શકશે. બેન્‍ક ખેડૂતોને ખેડૂત લોન, ગોલ્‍ડ લોન વગેરે જેવી અસ્‍ક્‍યામતો અને જવાબદારીની વ્‍યાપક રેન્‍જ પૂરી પાડી શકશે.

આ ભાગીદારી અંગે બોલતા ગ્રુપ એક્‍ઝિક્‍યુટિવ અને હેડ-ભારત બેન્‍કિંગ, એક્‍સિસ બેન્‍ક મુનીશ શારદાએ જણાવ્‍યું હતું કે, એક્‍સિસ બેન્‍કમાં અમે એ સુનિヘતિ કરવા સતત કાર્યરત છીએ કે RUSU માર્કેટ્‍સમાં ગ્રાહકોનાં તમામ સેગમેન્‍ટ્‍સને ધિરાણ સુવિધા અને બેન્‍કિંગ સેવાઓ સરળતાથી મળી રહે. આ ભાગીદારી અંતરિયાળ પ્રદેશોમાં અમારી પહોંચ વધારવાના અને ગ્રાહકોને સુંદર અનુભવ પૂરો પાડવાનાં બેન્‍કનાં ભારત બેન્‍કિંગ મિશનને અનુરુપ છે.

(3:57 pm IST)