Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પ્રાઇમ વોલીબોલ લીગની વિજેતા ટીમ અમદાવાદ ડિફેન્‍ડર્સ/ વર્લ્‍ડ કલબ ચેમ્‍પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા. ૧૩: પ્રાઇમ વોલીબોલ લીગ એ ભારતની સૌથી મોટી પ્રાઇવેટ વોલીબોલ લીગ છે જે બહુવિધ ફ્રેન્‍ચાઇઝીસ અને બેઝલાઇન વેન્‍ચર્સ પ્રાઇવેટ લિમિટેડની સંયુક્‍ત માલિકીની છે. પ્રાઇમ વોલીબોલ લીગમાં કુલ ૮ ટીમો સ્‍પર્ધા કરતી જોવા મળી હતી, જેમાં બેંગલોર, હૈદરાબાદ અને કોચીમાં મેચો રમાઇ હતી. લીગ ૪ થી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ અને ૫મી માર્ચ ૨૦૨૩ ના રોજ સમાપ્ત થઈ.ᅠલીગમાં ભાગ લેનારી અન્‍ય ફ્રેન્‍ચાઈઝીઓમાં બેંગલુરુ, ચેન્નાઈ, કાલિકટ, હૈદરાબાદ, કોચી, કોલકાતા અને મુંબઈનો સમાવેશ થાય છે.

ટીમ અમદાવાદ ડિફેન્‍ડર્સે વર્ષ ૨૦૨૧-૨૨ના ઉદ્‌ઘાટન સિઝનમાં રનર્સ અપ રહ્યું હતું જયારે તાજેતરમાં સમાપ્ત થયેલી સિઝનમાંᅠ કોચી ખાતે રમાયેલી ગ્રાન્‍ડ ફિનાલેમાં બેંગલુરુ ટોર્પિડોઝને ૩-૨દ્મક હરાવીને અમદાવાદ ડિફેન્‍ડર્સ પ્રથમ રુપે પ્રાઇમ વોલીબોલ લીગ જીતી હતી. ચેમ્‍પિયન બનેલી અમદાવાદ ડિફેન્‍ડર્સ ની ટીમ અમદાવાદનીᅠ મેહમાન બની હતી.

પ્રાઇમ વોલીબોલ લીગ ના સીઈઓ જોય ભટ્ટાચાર્ય એ જણાવ્‍યું કે અમને અમદાવાદ ખાતે આવીને એ જણાવતા આનંદ થાય છે કે ડિસેમ્‍બર મહિનામાં રમાનારી વર્લ્‍ડ ક્‍લબ ચેમ્‍પિયનશિપ માં અમદાવાદ ડિફેન્‍ડર્સની ટીમ ભારતનું પ્રતિનિધિત્‍વ કરશે.

(4:02 pm IST)