Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ગુજરાતમાં ગેસ આધારિતબધા વીજ મથકો કાર્યરત

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૩ :.. રાજયમાં ગેસ આધારીત વીજ પ્‍લાન્‍ટ બાબતે કોંગ્રેસના કીરીટભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યુ હતું કે તા. ૩૧-૧-ર૩ ની સ્‍થિતિએ રાજયમાં ગેસ આધારીત બધા જ વીજ મથકો કાર્યરત છે. આમ છતાં કયારેક વિવિધ કારણોસર જેવા કે તકનીકી સમારકામ, ઓછી વીજ માંગ, અને મેરીટ ઓર્ડર અંતર્ગત પ્રાથમિકતા જો મળતી હોય તો તત્‍પુરતા (હંગામી) સમય દરમ્‍યાન વીજ એકમોમાંથી ઉત્‍પાદન મેળવવામાં આવતું નથી. સ્‍ટેટ લોડ ડિસ્‍પેચ સેન્‍ટર દ્વારા વીજ નિયમન આયોગના ‘મેરીટ ઓર્ડર' રેગ્‍યુલેશનને અનુસરીને સૌથી સસ્‍તા બળતણ ખર્ચ ધરાવતા વીજ મથક પાસેથી વીજ ખરીદી કરવાની રહેતી હોવાથી, ઇમ્‍પોટેડ આર. એલ. જી.નો જથ્‍થો ઉપલબ્‍ધ હોવા છતાં જો તેના પરથી પેદા થતી વીજળી ‘મેરીટ ઓર્ડર' માં આવતી હોય તો જ વીજ ઉત્‍પાદન કરવામાં આવે છે.

આમ સામાન્‍ય સંજોગોમાં વીજ મથકો કાર્યરત છે.

(4:02 pm IST)