Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પુરવઠાના રપ૭ ગોડાઉનમાં CCTV કેમેરા

૧૮૦ દિવસમાં કામગીરી પૂર્ણઃ વિધાનસભામાં અર્જુનભાઇને જવાબ

(અશ્વિન વ્‍યાસ) ગાંધીનગર તા. ૧૩ :.. રાજયમાં નાગરીક પુરવઠા નિગમના આવેલ ગોડાઉનોની સંખ્‍યા બાબતે કોંગ્રેસના અર્જુનભાઇ મોઢવાડીયાના એક પ્રશ્નના ઉતરમાં નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્‍યું હતું કે રાજયમાં નાગરીક પુરવઠા નિગમના ર૧૧ ગોડાઉનો આવેલ છે. આ ગોડાઉનોમાં સીસી ટીવી કેમેરા લગાડવા સર્વેની કામગીરી આખરી  તબકકામાં હતી તા. ૩૧-૧ર-રર ની સ્‍થિતિએ સર્વેની કામગીરી પુર્ણ થયેલ છે. ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમના રપ૧ ગોડાઉનમાં સીસી ટીવી કેમેરા લગાવવા માટે એમ-એસ એકિસલો ટેન્‍કોલોજી ઇમ્‍કને ૧૮૦ દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની શરતે કામગીરી સોંપવામાં આપવામાં આવેલ છે.

ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ દ્વારા ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હસ્‍તકના ઉપક્રમે ગુજરાતી ઇન્‍ડોરમેટીક લી. ને આ નિગમો ખાતે સીસી ટીવી કેમેરા લગાવવા માટેની શકયતા, ટેન્‍ડર કામગીરી, સુપર વિઝન, ટેસ્‍ટીંગ તથા સહિતની તમામ કામગીરી સોંપવામાં આવેલ છે. સર્વે માટે જી-એલ. ને હાલ કોઇપણ પ્રકારનું ચુકવાણું કરવામાં આવેલ નથી.

(4:13 pm IST)