Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ‘‘હાથ સે હાથ જોડો પદયાત્રા''નો પ્રારંભ

અદાણી-અંબાણીના હિતોને સાચવવા રેલ્‍વે, બીએસએનએલ જેવી કંપનીઓ વહેંચી રહયા છેઃ અમિત ચાવડા, શૈલેષ પરમાર, ડો.તુષાર ચૌૅધરી, ગાયત્રીબા વાઘેલાની સટાસટી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા આયોજીત મોંઘવારીના વિરોધમા લાલ દરવાજાથી રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતે ‘‘હાથ સે હાથ જોડો પદયાત્રા'' નો પ્રારંભ

વિધાન સભા વિરોધપક્ષના નેતા અમિતભાઇ ચાવડા ઉપનેતા શૈલેષ પરમાર ડો.તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રિબા વાદ્યેલા સહિત પ્રદેશ કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓની આગેવાનીમા શાંતી પૂર્ણ રેલીનો પ્રારંભ થયો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંદ્યવારી બેકારી જાહેર જનતાના રોકાણો જયાં છે ત્‍યાં ભાજપ સરકાર દ્વારા અદાણી જેવી પોતાની મિત્ર કંપનીઓ ને ભાગીદારી કરાવી જનતાની તિજોરી લુટવાના મલીની ઈરાદાઓ સામે એલઆઇસી, એસબીઆઇ બેન્‍ક જેવી જાહેર સંસ્‍થાઓ ને બચાવવા અને સરકાર ના મલીન ઈરાદાને એક સક્ષમ વિપક્ષ તરીકે પ્રજા સમક્ષ ઉજાગર કરી બહુમતિ ના જોરે માલીક બની બેઠેલી ભાજપ ની કેન્‍દ્ર અને રાજય સરકારો ની નિતીરીતી સામે કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મોંદ્યવારી ના બેનરો કાર્ટુન  સુત્રો સહિત ના બેનરો પ્રદર્શિત કરી મોટીસંખ્‍યામા કોંગ્રેસ ને આગેવાનો કાર્યકરો વિરોધના કાર્યક્રમમાં જોડાઈ પ્રજાના પ્રશ્ર્ને વાચા આપી હતી

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્‍ય હિમંતસિંહ પટેલ, ધારાસભ્‍ય શૈલેષ પરમાર, ગાયત્રીબા વાઘેલા સહીત મોટી સંખ્‍યા મા જોડાઈ ભાજપ સરકાર ની આકરી ટીકા કરતા જણાવેલ કે કાલે જે વાત  કરતા હતા કે મે દેશ નહી બીકને દુંગા મે દેશ નહી મિટને દુંગા એ આજે દેશ ની નવ રત્‍ન કંપનીઓ એલઆઇસી રેલ્‍વે બીએસએનએલએ.ઇન્‍ડીયા જેવી સરકારી સંપતીઓ વેચી રહ્યા છે અને પોતાની મિત્ર કંપનીઓ અદાણી-અંબાણી ના હિતોને સાચવવા પ્રજાની તિજોરી સમાન એસબીઆઇ જેવી બેન્‍કો ના નાણા ને પણ જોખમમા મુક્‍યા  છે ત્‍યારે સરકારે આ બધાજ  પ્રશ્ર્નો તેમજ વધતી મોંઘવારી બેકારી પેપરફોડ ઘટનાઓ કથળતી કાયદો અને વ્‍યસ્‍થા ની સ્‍થિતિ સહીત ના મુદ્દાઓ નો જવાબ આપવો પડશે તેમ જણાવેલ.

(4:14 pm IST)