Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

૫ લોકો સાથે લાખોની છેતરપિંડીઃ આરોપીઓ રફુચક્કર

સરકારી મકાન લેવાની લાલચ પડી ભારે

વડોદરા,તા. ૧૩: સરકારી મકાન અપાવવાના નામે લાલચ આપી ૫ લોકો સાથે ઠગાઇ આચરાઇ હોવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે. કોર્પોરેશનના સરકારી આવાસ આપવાના નામે ઠગબાજોએ છેતરપિંડી આચરી છે. રમેશ પરમાર અને નિલકેશ દેસાઈ નામના બે ઠગબાજોએ લાભાર્થી દીઠ ૧ લાખ ૨ હજાર રૂપિયા પડાવી લીધા છે.

જેમાં ખોટા લેટરપેડ બનાવીને ૫ લોકો સાથે છેતરપિંડી આચરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે છેતરપિંડી આચરી આરોપીઓ ઓફિસ બંધ કરીને ઘટનાસ્‍થળેથી ફરાર થઇ ગયા છે. ભોગ બનનારા લોકોએ હરણી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર, સરકારી મકાન અપાવવાની લાલચ આપી બે ઠગબાજોએ ૫ લોકો પાસેથી અંદાજે ૪.૫૫ લાખ પડાવ્‍યાની હરણી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં બોગસ દસ્‍તાવેજો બનાવીને તેમજ બોગસ સહીઓ અને બોગસ એકાઉન્‍ટ ખોલાવીને વીમા પોલીસી પરથી લોન લઈને ભેજાબાજ હર્ષ પટેલે રૂપિયા ૯૪ લાખની ઠગાઈ આચરી છે.

બંને જણાએ મકાનના કબ્‍જાની ખોટી પાવતીઓ બનાવી દીધી હતી. તદુપરાંત નાયબ કલેક્‍ટરની ખોટી સહીઓ કરીને, ખોટા દસ્‍તાવેજો કરીને લોકો સાથે છેતરપિંડી કરાઇ છે. ત્‍યારે હવે આ મામલે હરણી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં લાગી ગઇ છે.

(4:28 pm IST)