Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજયમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના વેરાના દર યથાવત

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૩ :  રાજયમાં પેટ્રોલ, ડીઝલ, પી.એન.જી. અને સી.એન.જી.ના વેરામાં રાહત અંગે ભાજપના અમુલ ભટ્ટના પ્રશ્નનાં ઉત્તરમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇનાં જણાવ્‍યું હતું કે પેટ્રોલ અને ડીઝલ ઉપર મૂલ્‍યવર્ધિત વેરાનો દર અનુક્રમે ૧૩.૭% અને ૧૪.૯% તથા બન્ને ઉપર ૪% એસ લાગુ છે. પેટ્રોલ અને ડીઝલ ઉપરના મૂલ્‍યવર્ધિત વેરાના દરમાં કોઇ ફેરફાર નથી, પી.એન.જી.માં વિદીકલ ફયુલ તરીકે વપરાતા સી.એન. જી.માં મૂલ્‍યવર્ધિત વેરાનો દર ૧પ ટકા હતો તેના ૧૦ ટકાનો ઘટાડો કરી પ ટકા નકકી કરવામાં આવેલ છે.

(4:34 pm IST)