Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વિધાનસભાનો ઇતિહાસઃ કલ્‍યાણજી મહેતાથી શંકર ચૌધરી સુધીના ગૌરવવંતા અધ્‍યક્ષો

રાજકોટના વજુભાઇ વાળાને અધ્‍યક્ષ બનવાની તક મળેલઃ ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્‍યક્ષઃ ધારાસભ્‍યોની સંખ્‍યા ૧૮ર

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૩ :.. ગુજરાતની સ્‍થાપનાને ૧૯૬૦ થી આજે ર૦ર૩ એટલે કે ૬૩ વર્ષ જેટલો સમય પૂર્ણ થઇ રહ્યો છે ત્‍યારે જૂની વાત યાદ કરવી ખૂબ જ રસપ્રદ છે. હાલમાં ૧પ મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ બજેટ સત્ર ચાલી રહ્યું છે. ત્‍યારે સૌ પ્રથમ આપણે ગુજરાત વિધાનસભાના ૧૯૬૦ થી અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા છે. અને રાજયના બંધારણને સતત જીવંત રાખવાના પ્રયાસ કર્યો છે. તેવા અધ્‍યક્ષશ્રીઓને યાદ કરીએ. જેની નામવારી નીચે મુજબ છે.

(૧) શ્રી કલ્‍યાણજી મહેતા ૧-પ-૧૯૬૦ થી ૧૯-૮-૧૯૬૦

(શિક્ષણ : શિક્ષક તાલીમ પ્રમાણપત્ર - ત્રીજુ વર્ષ)

(ર) શ્રી માનસિંહજી રાણા ૧૯-૮-૧૯૬૦ થી ૧૯-૩-૧૯૬૨

(મામલતદાર, ડેપ્‍યુટી કલેકટર તથા વકીલ) (બી.એ.એલ.એલ.બી.) એટલે

(૪) શ્રી રાઘવજી લેઉઆ ૧૭-૩-૬૭ થી ર૮-૬-૧૯૭પ

(પ્રોબેશનર મેજિસ્‍ટ્રેટ, સીવીલ જજ, જયુડીશલ ઓફીસર, વકીલ)

(૪) શ્રી હિંમતલાલ મુલાણી ૧૧-ર-૯૧ થી ર૧-૩-૧૯૯૯પ

(બી.એ. એલ. એલ. બી., વિનીત હિન્‍દી, સંસ્‍કૃતમાં સાહિત્‍ય ભૂષણ)

(પ) શ્રી કુંદનલાલ ધોળકીયા ર૮-૧-૧૯૭પ થી ર૮-૩-૧૯૭૭

(બી.એ., એલ. એલ. બી., વકીલ)

(૬) શ્રી નટવરલાલ શાહ ર૦-૬-૧૯૮૦ થી ૮-૧-૧૯૯૦

(એલ. એલ. બી., મજૂર કલ્‍યાણના અભ્‍યાસક્રમના આમંત્રીત અધ્‍યાપક)

(૭) શ્રી બરજોરજી પારડીવાલા ૧૯-૧-૧૯૯૦ થી ૧૬-૩-૯૦

(એલ. એલ. બી.)

(૮) શ્રી શશીકાન્‍ત લાખાણી ૧૬-૩-૯૦ થી ૧ર-૧૧-૯૦

(એલ. એલ. બી.)

(૯) શ્રી હરિશચંદ્ર પટેલ ર૧-૩-૯પ થી ૧૬-૯-૯પ

(૯) શ્રી ગુમાનસિંહ વાઘેલા ૧૯-૧૦-૯૬ થી ૧૯-૩-૧૯૯૮

(બી.એ.એલ.એલ.બી.)

(૧૦) શ્રી ધીરૂભાઇ શાહ ૧૯-૩-૯૮ થી ર૭-૧ર-ર૦૦ર

(બી.કોમ. એલ.એલ.બી., મેનેજમેન્‍ટ અભ્‍યાસક્રમના આમંત્રીત પ્રાધ્‍યાપક)

૧૧ પ્રો. મંગળભાઇ પટેલ

ર૭-૧ર-ર૦૦ર થી ૧૭-૧-ર૦૦૮

૩૦-૦૯-ર૦૧૦ થી ર૪-ર-ર૦૧૧

(બી. એસ. સી. (ફર્સ્‍ટ કલાસ) એમ. એસ. સી. (વનસ્‍પતિ શાષા)

(૧ર) શ્રી અશોકભાઇ ભટ્ટ

૧૮-૧-ર૦૦૮ થી ર૯-૯-ર૦૧૦

(એસ. એસ. સી., એસ. ટી. સી. તેમજ સમાજ સેવા)

(૧૩) શ્રી ગણપતસિંહ વસાવા

ર૪-ર-૧૧ થી ર૬-૧ર-ર૦૧ર

૧૦-૧૧-ર૦૧૪ થી ૭-૮-ર૦૧૬

(એમ. એ. ભાગ-૧)

(૧૪) શ્રી વજુભાઇ વાળા

ર૬-૧ર-૧ર થી ૩૦-૮-ર૦૧૪

(બી. એસ. સી., એલ. એલ. બી. તેમજ વ્‍યવસાયે વકીલ)

(૧પ) શ્રી રમણલાલ વોરા

રર-૮-૧૬ થી ૧૯-ર-ર૦૧૮

(બી.એ.એલ.એલ.બી., બેંક કર્મચારી, સામાજીક કાર્યકર)

(૧૬) રાજેન્‍દ્ર ત્રિવેદી

૧૯-ર-૧૮ થી ૧૩-૯-ર૧

(એલ. એલ. બી.)

(૧૭) ડો. નિમાબેન આચાર્ય

૧૩-૯-ર૧ થી ર૦-૧ર-રર

(૧૮) શંકર ચૌધરી

ડિસેમ્‍બર ર૦રર થી

ગુજરાત સરકારના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા અધ્‍યક્ષ ડો. નિમાબેન આચાર્ય  બન્‍યા અગાઉ તેઓ ત્રણ વખત કાર્યકારી અધ્‍યક્ષ બન્‍યા હતા ઉપરાંત ર૦રર માં ૧પ મી ગુજરાત વિધાનસભાના પ્રો. ટેમ સ્‍પીકર તરીકે જવાબદારી નિભાવી છે. આમ મહિલા અધ્‍યક્ષ તરીકે ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. અને તેઓ પાંચ વખત ગુજરાત વિધાનસભાના સભ્‍ય તરીકે ચૂંટાયા છે.

આ ઉપરાંત તેઓ હોંગકોંગ, સિંગાપોર, યુ. એ. ઇ. ઓમાન, અમેરિકા, કેનેડા, યુરોપ, દક્ષિણ આફ્રિકા, કેન્‍યા વગેરે દેશોનો પ્રવાસ કરી ચૂકયા છે. તેમજ અધ્‍યક્ષ તરીકે જુદા જુદા રાજયોમાં વિધાનસભાની વિવિધ સમિતિઓના સભ્‍યો સાથે પ્રવાસ કરી ચૂકયા છે.

આમ જોવા જોઇએ તો એક નવી વાત થાય કે ગુજરાત વિધાનસભા ૧પ માં ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ તરીકે હાલ શ્રી શંકરભાઇ ચૌધરીએ વિધીવત ચાર્જ સંભળ્‍યો છે.

આમ વર્ષ ૧૯૬૦ થી ર૦ર૩ ના અધ્‍યક્ષશ્રીઓ દ્વારા કરવામાં આવેલ ગૃહના સંચાલનની યાદ અને તેમણે આપેલા યોગ્‍ય નિર્ણયને યાદ કરીએ આજ તો યાદગીરીની રાજકીય ક્ષણો છે.

(4:36 pm IST)