Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પરશુરામ એવોર્ડ કાર્યક્રમની તૈયારીનો શુભારંભઃ અભયભાઈ ભારદ્વાજના જન્‍મદિવસે યોજાશે કાર્યક્રમ

રાજકોટઃ રાજય સભાના પૂર્વ સાંસદ અને અસંખ્‍ય બ્રાહ્મણોના માર્ગદર્શક સેવા સ્‍વ.અભયભાઈ ભારદ્વાજનો જન્‍મદિવસ બીજી એપ્રીલના રોજ આવી રહ્યો છે. પરશુરામ યુવા સંસ્‍થાનના સ્‍થાપક સ્‍વ.અભયભાઈ ભારદ્વાજ દ્વારા સન ૧૯૯૬થી પરશુરામ એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાતો આવ્‍યો છે. સ્‍વ.અભયભાઈની આકસ્‍મીક વિદાય બાદ સ્‍વ.અભયભાઈ સ્‍મૃતી રૂપે ‘પરશુરામ યુવા સંસ્‍થાન' દ્વારા ‘પરશુરામ એવોર્ડ'નો કાર્યક્રમ યોજવામાં આવે છે. આવનારી બીજી એપ્રીલે પણ સ્‍વ.અભયભાઈના ઓગણાસિત્તેરમાં જન્‍મ દિવસ નિમિતે ‘પરશુરામ યુવા સંસ્‍થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ અને ભાવાંજલી કાર્યક્રમ'નું આયોજન ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત, સ્‍વામીનારાયણ મંદીર ખાતે કરવામાં આવી રહ્યું છે.

જેની વ્‍યવસ્‍થાના ભાગરૂપે પરશુરામ યુવા સંસ્‍થાનના અધ્‍યક્ષ અને સ્‍વ.અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજ તેમજ બ્રહ્મ અગ્રણી નિરંજનભાઈ દવે દ્વારા હળવદ બ્રાહ્મણ બોર્ડિંગ ખાતે બ્રહ્મસમાજના મુખ્‍ય આગેવાનોની મીટીંગ મળી હતી. આ મીટીંગનું સંચાલન બ્રહ્મ અગ્રણી શ્રી જર્નાદનભાઈ આચાર્યએ કરેલ.

સ્‍વ.અભયભાઈ ભારદ્વાજને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવા સૌ બ્રહ્મઅગ્રણીઓ સંકલ્‍પબધ્‍ધ થયા હતા. મીટીંગની શરૂઆતમાં શ્રી સુરેશભાઈ મહેતાના શ્‍લોક ઉચ્‍ચારણથી ભગવાન શિવને યાદ કરી અને થઈ હતી. ત્‍યારબાદ બ્રહ્મ અલગ અલગ તરગોળોના પદાધિકારીઓ, બ્રહ્મ સમાજની વિવિધ સંસ્‍થાઓના વડા, સન્‍માનનીય બ્રહ્મ કોર્પોરેટરો તેમજ અન્‍ય રાજનેતાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ભુપેન્‍દ્ર રોડ સ્‍થિત  સ્‍વામીનારયણ મંદિર ખાતે તા.૨ એપ્રિલના રવિવારને યોજાનાર પરશુરામ એવોર્ડ કાર્યક્રમ સફળ બનાવી બ્રહ્મ સમાજના રાહબર એવા સ્‍વ.અભયભાઈ ભારદ્વાજને શ્રધ્‍ધાંજલી પાઠવવામાં આવશે. તેમ જણાવાયું હતું. કાર્યક્રમ વિશે વધુ જાણકારી તેમજ કાર્યક્રમમાં જોડાવા પરશુરામ યુવા સંસ્‍થાનના નિરંજનભાઈ દવે  (મો.૯૪૨૬૯ ૯૮૯૪૦)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

(5:04 pm IST)