Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્‍સોઃ સુરતમાં પુરપાટ ઝડપે સાયકલ ચલાવતો બાળક નીચે પટકાતા બેભાન

સારવાર માટે બાળકને હોસ્‍પિટલ ખસેડાયોઃ કિરણ પાર્ક સોસાયટીનો વીડિયો હોવાનું સામે આવ્‍યુ

સુરતઃ આજકાલ માતાપિતા બાળકોને દરેક વસ્તુઓ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે, જો બાળકોને યોગ્ય નિયમ શીખડવાડવામાં ન આવે તો તેના જીવનું જોખમ બની શકે છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાં બન્યો છે. માતાપિતાએ પોતાના દીકરાને સાઈકલ તો આપી, પરંતુ સાઈકલ કેવી રીતે ચલાવવી, સ્પીડમાં ન ચલાવવી તે જ્ઞાન ન આપ્યું. પરિણામે એક દીકરો અકસ્માતનો ભોગ બન્યો. સુરતની એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમા જોઈ શકાય છે કે, બિન્દાસ્ત રીતે સાયકલ હંકારતો બાળક પોતે જ અકસ્માતનો શિકાર બન્યો હતો. જેને કારણે તે ગંભીર રીતે ઘવાયો હતો. 

બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં પુરપાટ ઝડપે સાયકલ ચલાવતો બાળક પટકાતા તેને ગંભીર ઈજા થઈ છે. બાળક સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે બમ્પ આવી જતા બાળક સાયકલ પરથી પટકાતા ઈજા થઈ છે. સુરતની કિરણ પાર્ક સોસાયટીનો વીડિયો હોવાની જાણકારી મળી છે. સાયકલ પરથી પડ્યા બાદ બાળક બેભાન થઈ ગયો. બાળકને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બાળકને માથામાં ફ્રેક્ચર થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હકીકતમાં એવુ હતું કે, બાળક સાયકલ ચલાવતા સમયે સ્ટંટ કરવા ગયો હતો. સ્ટંટ કરવા જતા તેને જમીન પર બમ્પ દેખાયો ન હતો, જેથી તે નીચે પટકાયો હતો. જમીન પર પટકાતા જ બાળક બેભાન થયો હતો, જેથી રસ્તા પર આસપાસના લોકો દોડીને તેની મદદે આવ્યા હતા.

આ વીડિયો તમે જોયો હોય તો તમે પણ તમારા બાળકને યોગ્ય રીતે સાયકલ ચલાવતા શીખવાડવી જોઈએ. જો માતાપિતા યોગ્ય તકેદારી લે તો આવી ઘટનાઓથી બચી શકાય છે. 

(5:48 pm IST)