Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

સુરતના ઉધનામાં જીમ ટ્રેનરે મહિલાની છેડતી કરતા ટોળાઍ બરાબરનો પાઠ ભણાવ્યોઃ પોલીસને સોîપી દીધો

વારંવાર થતી હેરાનગતિથી કંટાળીને મહિલાઍ પરિવારને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશને પહોîચ્યો

સુરતઃ સુરતના ઉધનામાં જીમ ટ્રેનરે છેડતી કરતા લોકોઍ બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
સુરતમાં દિવસે દિવસે ગુનાઓ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શેપ કલ્ટ ફીટનેશ જીમના વિધર્મી ટ્રેનરે યુવતીની છેડતી કરી હતી. જીમ ટ્રેનર યુવતીને મેસેજ કરી હેરાનગતિ કરતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. જ્યાં યુવતીના પરિવારજનોએ જીમ ટ્રેનરને સબક શીખવાડવા તેને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ઘટનામાં પોલીસે જીમ ટ્રેનર વિરોધ છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી.
સુરતના ઉધના સાહેબજી કોમ્પલેક્ષ સર્વોતમ રેસ્ટોરન્ટની પાસે શેપ કલ્ટ ફીટનેશ જીમના ટ્રેનર સોહીલ હારૂન સૈયદ (ઉ.વ.૨૮,રહે.પ્લોટ નં.૧૭,રાંદેર પોલીસ સ્ટેશન નજીક બરફના કારખાનામા રાંદેર)એ છેલ્લા કેટલાક સમયથી એક યુવતીને મોબાઈલ નંબર પર ફોન અને મેસેજ કરી હેરાન કરી રહ્યો હતો. જેથી યુવતીએ કંટાળીને તેને બ્લોક કરી દેતા આ ઇસમે સોશિયલ મીડિયા પર મેસેજ કરી યુવતીને પરેશાન કરતો હતો. જેથી મહિલા દ્વારા આ બાબતની જાણ પોતાના પરિવારને કરતાં યુવતીના પરિવારે જીમ પર પહોંચી યુવકની ઘોલાઈ કરી હતી અને ત્યાર બાદ તેને પોલીસના હવાલે કર્યો હતો.
સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
જીમ ટ્રેનર દ્વારા અવારનવાર યુવતીને કોલ કરી જીમ પર બોલાવવા માટે હેરાન પરેશાન કરતો હોય. યુવતી આ અંગે પરિવારને જાણ કરતા યુવતીના પરિવારોના સભ્યો સહિત અન્ય લોકોએ મળી યુવકને મારમારી મેથીપાક ચખાડ્યો હતો. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. હાલ આ ઘટનામાં પોલીસે ઉધના પોલીસએ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ સર્વેલન્સ પી.એસ.આઈ. એસ.વી .ચૌધરીએ હાથ ધરી છે

(5:50 pm IST)