Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કલોલમાં સર્જાયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમ્યાન મૃત્યુ

 કલોલ :  કલોલના બોરીસણા રોડ પર ઓએનજીસીની સામે એક્ટિવા ઉપર પસાર થઈ રહેલી બે યુવતીઓને નગરપાલિકાના પાણીના ટેન્કર સાથે અકસ્માત નડયો હતો તેમનું એકટીવા પાણીના ટેન્કર સાથે ટકરાતા અકસ્માત થયો હતો જેમાં પાછળ બેઠેલી યુવતીને પગના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે જરૃરી નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 વિશ્વા કનૈયાલાલ બારોટ ટયુશન ક્લાસ ટયુશનમાં ટયુશન પતાવીને તેની બહેનપણીના એકટીવા ઉપર બોરીસણા રોડ પર આવેલા તેના ઘરે પરત આવી રહી હતી તેમનું એકટીવા બોરીસણા રોડ પર પસાર થઈ રહ્યું હતું તે વખતે તેમનું એક્ટિવા પાણીના ટેન્કર સાથે ટકરાયું હતું અકસ્માતમાં યુવતીના પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તુરંત સારવાર માટે ગાંધીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું  યુવતીના મોતને પગલે અરેરાટી સાથે શોકની લાગણી  ફરી વળી હતી બનાવ અંગે પોલીસે જરૃરી નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)