Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

કલોલના આરસોડીયાની ઓમ રેસીડેન્સી નજીક કચરાના ઢગલાથી લોકોના સ્વાસ્થ્યને જોખમ

કલોલ:તાલુકાના આરસોડિયા ગામમાં આવેલ સોસાયટી વિસ્તારમાં ગંદકીને પગલે રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઓમ રેસિડેન્સી,લાયન્સ નગર, જગજીવન સોસાયટી પાસે આવેલ મેદાનમાં કચરાના ઢગ ખડકાયા છે. સંજોગોમાં રોગચાળો ફાટી નીકળે તે અગાઉ સાફ સફાઈ કરાવવા માંગ થઈ છે. કલોલના આરસોડીયામાં આવેલ સોસાયટી વિસ્તારોમાં હજારો રહીશો વસવાટ કરે છે. અહીં રહેલા મુખ્ય રોડ પર અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. આસપાસ રહેતા લોકો મેદાનમાં કચરો ઠાલવી જતા હોવાથી આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. પ્લાસ્ટિક તેમજ એંઠવાડ સહીતની ગંદી વસ્તુઓ લોકો અહીં ફેંકી જતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં સફાઈ થઇ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છેએક તરફ સ્વચ્છ અભિયાનની વાતો અને બીજી તરફ ગંદકીના ઢગલાને કારણે કોઈને સરકારી તંત્રની કામગીરી પર વિશ્વાસ રહ્યો નથી. કચરાને કારણે અહીં રખડતા ઢોરોએ પણ અડીંગો જમાવ્યો છે જેથી લોકો ત્યાંથી પસાર થતા પણ ડર અનુભવી રહ્યા છે.

(6:18 pm IST)